કોલેજોમાં BAPS સંપ્રદાયનો કોર્ષ શરૂ કરવા બાબતે ઇન્દ્રભારતી બાપુએ ઉગ્ર વિરોધ કરતા કહ્યું કે, ભણાવવું હોય તો સનાતન ધર્મ…
વિશ્વના ખૂણે ખૂણે આજે BAPS સ્વામિનારાયણ સંપ્રદાય ફેલાયેલ છે અને કરોડો લોકો પ્રમુખ સ્વામીના અનુયાયીઓ છે. હાલમાં જ પમુખ સ્વામીનો શતાબ્દી મહોત્સવ ઉજાવશે. આ મહોત્સવ ન ભૂતો ન ભવિષ્યતિ હશે. આ મહોત્સવની વચ્ચે એક ચોંકાવનારી વાત સામે આવી છે. ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આગામી શૈક્ષણિક વર્ષથી દરેક કોલેજમાં બીએપીએસનો કોર્સ શરૂ કરવા જઈ રહી છે.આ વાતને લઈને પૂજ્ય ઇન્દ્રભારતી બાપુ એ ચોંકાવનારૂ નિવદેન આપ્યું છે.
આપણે સૌ કોઈ જાણીએ છે કે, BAPS એ માત્ર એક સંપ્રદાય છે જ્યારે આપણા હિન્દૂ ધર્મમાં સનાતન ધર્મ સર્વોચ્ય છે.ગિરનાર મંડળના પ્રમુખ અને પંચદશનામ જૂના અખાડાના ઉપાધ્યક્ષ ઈન્દ્રભારતીબાપુએ જણાવ્યું હતું કે, આ બાબતે રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગને પણ પત્ર લખીને રજૂઆત કરવામાં આવશે. ચાલો અમે આપને જણાવીએ કે બાપુ એ શું રજુવાત કરી.
બાપુ દ્વારા અપીલ કરવામાં આવી છે કે, ધર્મના માધ્યમથી મૂલ્યનિષ્ઠ શિક્ષણ આપવું હોય તો સનાતન ધર્મમાંથી શીખવાડો જેથી કરીને હિંદુઓની હજારો વર્ષ જૂની પરંપરા જળવાઈ રહે જો આમ કરવામાં નહિ આવે તો સનાતન ધર્મ ખતરામાં આવી જશે.જો બીએપીએસ સંસ્થાનો કોર્સ અને શિક્ષણ શરૂ થવાથી માત્ર આખા વિશ્વની અંદર માત્ર પ્રમુખ સ્વામી મહારાજ જ સર્વેસર્વા હોય તેવું જ ભણાવશે. જેથી આ કોર્સ કોલેજોમાંથી હટાવવામાં નહિ આવે તો આગામી દિવસોમાં તેના ગંભીર પ્રત્યાઘાતો પડશે. શિક્ષણમાં જો ધર્મ ભણાવવો જ હોય તો સનાતન ધર્મ ભણાવવો જોઈએ.
બાપુ એ એ પણ જણાવ્યું કે પ્રમુખ સ્વામીને હજુ તો 100 વર્ષ જ થયા છે પરંતુ સનાતન ધર્મ તો આદિ અનાદિ કાળથી શરૂ થયો છે અને આખા વિશ્વમાં જો કોઇ સાચો ધર્મ હોય તો તે માત્રને માત્ર સનાતન ધર્મ જ છે. બાકીના તમામ સંપ્રદાયો છે અને તે લોકોએ બનાવેલા છે અને લોકોએ જ તેના નીતિ નિયમો નક્કી કર્યા છે. આપણા ભારતની સંસ્કૃતિ પણ સનાતન ધર્મ પર ટકી રહી છે અને સનાતન ધર્મના કારણે જ આપણે વિશ્વગુરુ બનીશું.
આપણે ભારતના બાળકોને જો શિક્ષણમાં ધર્મ અંગે સમજણ આપવી હોય તો તે સનાતન ધર્મની આપવી જોઈએ માત્ર એક વ્યક્તિની નહીં. વિધાર્થીઓને આપણા ધર્મ અન ગ્રંથો વિશે જણાવવું જોઈએ.નરસિંહ મહેતા, મીરાંબાઈ કે જેણે કૃષ્ણ ભગવાનની ભક્તિ કરીને આખા જગતને સંદેશો આપ્યો છે કે, ભક્તિ કેવી રીતે અને કેટલી પવિત્રતાથી કરી શકાય છે તેમજ જો ધર્મ વિશે વિદ્યાર્થીઓને જ્ઞાન આપવું હોય તો નિરંતર, નિરાકારી વિશ્વના નાથ ભોળાનાથ અંગે સમજ અને શિક્ષણ આપવું જોઈએ.
મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામએ કેવી રીતે રાજ કર્યું અને ભાઈચારાની ભાવના કેવી હોવી જોઈએ, લોકોનું કલ્યાણ કેવી રીતે કરવું તે શીખવવું જોઈએ. ભગવાન શ્રીકૃષ્ણએ મહાભારતના યુદ્ધમાં જે શીખવ્યું તે કૂટનીતિ અને જંગદબામાં એ કઈ રીતે રાક્ષસોનો સહાર કર્યો એ શીખવવું જોઈએ.
આ કોર્સ યુનિવર્સિટીમાંથી દૂર કરવામાં નહિ આવે તો સાધુ-સંતો લડત ચલાવશે અને સરકારને પણ અમારી અપીલ છે કે, આ મામલે તેઓએ પગલાં લઈને સનાતન ધર્મની રક્ષા કાજે પગલાં લેવા જોઈએ.એમ પણ જણાવાયું હતું કે સ્વામિનારાયણ સંપ્રદાય સામે કોઈ વાંધો નથી પણ કોઈ એક વ્યક્તિના નામે ધર્મનું શિક્ષણ ન આપવું જોઈએ.