Gujarat

અબુ ધાબીમાં BAPS હિન્દૂ મંદિરના ઉદ્ઘાટનનો ઉત્સવ શરૂ!મહંત સ્વામી મહારાજને જોઈ લોકોના આંખોમાંથી આંસુ… જુઓ આ ખાસ તસવીરો…

આપણા ભારત અને સનાતન ધર્મ માટે ગૌરવની વાત છે કે, આબુધાબીમાં ભવ્ય અને દિવ્ય શ્રી સ્વામિનારાયણ ભગવાનના મંદિરનું નિર્માણ પૂર્ણ થયું છે. આ મંદિરનો ભવ્ય ઉદ્ઘાટન પ્રસંગના અવસરે શ્રી સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક ગુરુ મહંત સ્વામી મહારાજ અબુધાબીના BAPS હિન્દુ મંદિર પહોંચ્યા, સંવાદિતાના પર્વની શરૂઆત થઈ! 5મી ફેબ્રુઆરી, 2024ના રોજ એક ઐતિહાસિક ક્ષણ સાકાર થઈ છે. BAPS સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક ગુરુ, પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ અબુધાબીના ભવ્ય BAPS હિન્દુ મંદિરે પધાર્યા છે. તેમના આગમન સાથે જ “સંવાદિતાના પર્વ”ની શરૂઆત થઈ છે, જે 12 દિવસ સુધી ચાલશે.

આપ સૌને જાણાવીને આનંદ થાય છે કે, વૈશ્વિક હિન્દુ આધ્યાત્મિક ગુરુ શ્રી મહંત સ્વામી મહારાજ 5મી ફેબ્રુઆરી, 2024ના રોજ ઐતિહાસિક BAPS હિન્દુ મંદિરના ઉદ્‌ઘાટન પ્રસંગે રાજ્યના મહેમાન તરીકે આબુધાબી પધાર્યા અને રાજ્યના મહેમાન તરીકે તેમના વૈશિષ્ટયને ધ્યાનમાં રાખીને, શ્રી મહંત સ્વામી મહારાજનું ભવ્ય અરબી શૈલીમાં સ્વાગત કરવામાં આવ્યું હતું. નૃત્યકારો, ઢોલીઓ અને ધાર્મિક સ્તુતિ કરનારાઓના જૂથે ‘અલ-અય્યાલા’ પરફોર્મન્સ આપ્યો હતો, જે એક પરંપરાગત સાંસ્કૃતિક પ્રદર્શન છે જે સામાન્ય રીતે રાષ્ટ્રીય રજાઓ અને રાજ્યના વડાઓના આવકાર સમારોહ માટે રાખવામાં આવે છે.

આ ઐતિહાસિક ઘટનાએ સંયુક્ત આરબ અમીરાત અને ભારત વચ્ચેના સાંસ્કૃતિક સંબંધોને વધુ મજબૂત બનાવ્યા છે. BAPS મંદિર, જે હાલમાં નિર્માણ પામ્યું છે, તે પશ્ચિમ એશિયામાંનું સૌથી મોટું હિન્દુ મંદિર છે અને તે સંવાદિતા, સાંસ્કૃતિક આદાનપ્રદાન અને સર્વસમાજી સુમેળતાને પ્રોત્સાહન આપશે.
શ્રી મહંત સ્વામી મહારાજના આગમનથી આબુધાબીમાં ભારતીય સમુદાયમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. તેમણે સમુદાયના સભ્યોને સંબોધન કર્યું અને સંયુક્ત આરબ અમીરાત સરકારનો આભાર માન્યો, જેમણે આ મંદિરના નિર્માણને તેમનો સંપૂર્ણ સહયોગ આપ્યો હતો.

આ પર્વ દરમિયાન વિવિધ કાર્યક્રમો અને કૌટુંબિક ઉત્સવોનું આયોજન કરવામાં આવ્યું છે જે આસ્થાને મજબૂત બનાવશે, સમાજસેવાને વેગ આપશે અને સર્વ વયજૂથ અને પശ્ચાદભૂમિના લોકો વચ્ચે સંવાદિતાને પ્રેરિત કરશે.મહંત સ્વામી મહારાજના આગમનથી આખું વાતાવરણ શ્રદ્ધા અને હર્ષભેર છવાયું છે.

ભક્તો અને સમગ્ર સમુદાયમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ ઐતિહાસિક મંદિરના દર્શન અને મહંત સ્વામી મહારાજના આશીર્વાદ પ્રાપ્ત કરવા દેશ અને વિદેશથી ભક્તો આવી રહ્યા છે.

આ પર્વ માત્ર હિન્દુ સમુદાય માટે જ નહીં, પરંતુ સંયુક્ત આરબ અમીરાત અને વિશ્વભર માટે પણ એક મહત્વપૂર્ણ ઘટના છે. તે સાંસ્કૃતિક આદાનપ્રદાન અને સર્વધર્મ સંવાદિતાને પ્રોત્સાહન આપશે સૌ આ “સંવાદિતાના પર્વ”માં જોડાઈને શાંતિ, સદભાવ અને સંવાદિતાના સંદેશાને આગળ વધારીએ.૧૪ ફેબ્રુઆરીના રોજ મંદિરનું ભવ્ય ઉદ્ઘાટન થશે અને વિશ્વમાં હિન્દુ ધર્મનો જયકાર ગુજશે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!