Gujarat

BAPS સ્વામી નુ મોટુ નીવેદન: પાટીદારો ઇંડા-નોનવેજની લારીએ ઉભા રહેવાની 

હાલમાં જ BAPS સ્વામીનું મોટુ નીવેદન આપવામાં આવ્યું છે, ત્યારે ખાસ મહત્વની વાત જણાવવામાં આવી છે. આ વાત થી સૌ કોઈ જાણીને ચોંકી ગયું છે. ત્યારે તમને જાણીને આશ્ચર્ય થશે કે, સ્વામીએ  ખાસ નિવેદન આપ્યું છે કે, પાટીદારો ઇંડા-નોનવેજની લારીએ ઉભા રહેવાની  સખત મનાઈ છે. ચાલો ત્યારે જણાવીએ કે આખરે એવા કયા કારણે આવું જાહેર કર્યું છે.ખરેખર આ ઘટના કોઈ સામાન્ય નથી આ એક નિવેદન ને લીધે સૌ કોઈ ચોંકી ગયા છે.

ચાલો અમે આપને આ ઘટના વિશે વિસ્તૃત માહિતી જણાવીએ કે આખરે આ ઘટના શું છે? હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, જસદણમાં પાટીદારોનું એક મહાસંમેલન યોજાયેલ હતું. જેમાં તમામ પાટીદાર અગ્રણી અને નેતાઓ દ્વારા પોતાના પક્ષની લાઇન છોડીને પાટીદાર સમાજના એકસુત્રી કાર્યક્રમમાં જોડાયા હતા.ખરેખર આ
કાર્યક્રમ એકતાની જ્યોત બની હતી.

ખોડલધામ મંદિરના ટ્રસ્ટી નરેશ પટેલ,ઊંઝા ઉમિયા સંસ્થાના મણીભાઈ પટેલ, હાર્દિક પટેલ લાલજી પટેલ, વરૂણ પટેલ, અલ્પેશ કથીરિયા, દિનેશ બાંભણિયા સહિતના પાટીદાર આગેવાનો તેમજ નેતાઓ હાજર રહ્યા હતા. સિવાય આ પ્રસંગે બીએપીએસ સંસ્થાના અનેક સંતો મહંતો પણ હાજર રહ્યા હતા. બીએપીએસ સંસ્થાના અપૂર્વમુની સ્વામીએ  પોતાના વક્તવ્યમાં પાટીદારો અંગે વાતો કરીને તમામને મંત્રમુગ્ધ કરી મૂક્યા હતા.

સ્વામી અવારનવાર ખાસ વાતો કરે છે, ત્યારે સ્વામીએ આ કાર્યક્રમમાં તેમને ઈંડા અને નોનવેજને લઈને એક નિવેદન આપ્યું હતું. તેમણે પાટીદાર સમાજના લોકોને ટકોર કરતા જણાવ્યું હતું કે, સમાજના લોકો ઈંડા અને નોનવેજની લારીએ ઉભા રહેવાનું બંધ કરો. સરદાર પટેલનું માથું શરમથી ઝૂકી ન જાય તેનો ખ્યાલ રાખીને દરેક કામ કરો. તેમણે ઉમેર્યું હતું કે આજે ખૂબ જ હિંમત કરી આ નિવેદન કરી રહ્યો છું.

અપૂર્વમુની સ્વામીએ વધુમાં જણાવ્યું હતું કે, આજે દેશનુ નહીં પરંતુ વિશ્વનું સૌથી મોટું સ્ટેચ્યુ ગુજરાતમાં એક પાટીદારનું છે.આજના સમયમાં પાટીદાર સમાજમાં કેટલાક લોકો દુરાચારી છે, વ્યભિચારી છે. પાટીદારનો દીકરો દુરાચારી કે વ્યભિચારી નહીં પરંતુ નિર્વ્યસની હોવો જોઈએ. ખૂબ હિંમત કરી આ પ્રકારનું નિવેદન કરી રહ્યો છું. મને ખ્યાલ છે કે, કેટલાક લોકોને મારી આ વાત પસંદ નહીં પડે. પરંતુ હું બીએપીએસ સંસ્થાનો એક હિન્દુ સંત છું. ત્યારે મારે આ વાત કહેવી ફરજિયાત છે, ખરેખર આ ઘટના થી સૌકોઈને એક પ્રેરણાદાયી સંદેશ આપ્યો હતો. આ ઘટના થી સૌ કોઈ એક ખાસ માર્ગદર્શન આપ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!