Gujarat

રાજકારણ મા ખળભળાટ ! દ્વારકા શારદાપીઠ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી એ આપતા પ્રતિક્રિયા કહ્યુ કે ” ધર્મના સહયોગ

હાલ ના સમય મા ગુજરાત મા ચુંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાત ના રાજકારણ મા ગરમાવો જોવા ભળી રહ્યો છે અને હવે સાધુ સંતો ના નિવેદન નો સામે આવી રહ્યા છે ત્યારે હવે ગઈ કાલે દ્વારકા શારદાપીઠ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી ગઈ કાલે રાજકોટ ની મુલાકાતે આવ્યા હતા ત્યારે શારદાપીઠનાં શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીએ રાજકારણ અને ધર્મ ઉપરાંત લવજેહાદ અને કોમન સિવિલ સર્વિસ કોડ સહિતના મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપી હતી.

શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીએ દેશમાં સનાતન ધર્મની સ્થિતિ વિશે પ્રતિક્રિયા આપી હતી. જેમાં તેમણે કહ્યું કે, ધર્મના સહયોગ વગર રાજનીતિ અધૂરી છે. હાલમાં દેશની વર્તમાન સ્થિતિ કથળી છે. અને કેટલાક તત્વો દેશની શાંતિ ડહોળવા પ્રયાસ કરી રહ્યા છે. જેને લઈને રાજનેતાઓએ ધર્મનો સહયોગ લેવાની જરૂર ઉભી થઇ છે. સંસ્કૃતિ અને સંસ્કૃત માટે કાર્યો થવા જરૂરી હોવાનું કહી દ્વારકા પાસેની દરિયાઈ પટ્ટીમાં સરકારની કામગીરીને લઈને સકારાત્મક હોવાનું પણ કહ્યું હતું.

આ ઉપરાંત શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીએ કોમન સિવિલ કોડ માટે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, કોમન સિવિલ કોડ લાગુ થવી જોઈએ. તો નામ લીધા વિના સ્વામિનારાયણ સંપ્રદાય અંગે જણાવ્યું હતું કે, કોઈની આલોચના કરી કોઈ સંપ્રદાય મોટો થતો નથી. સનાતન ધર્મને નીચું દેખાડે તેવી ફિલ્મ નહીં જોવાનું જણાવતા તેમણે ફિલ્મ મેકર્સને પણ અધ્યન કરીને ફિલ્મ બનાવવાની સલાહ આપી હતી. સાથે જ લવજેહાદ વિદેશ દ્વારા સંચાલિત થતી હોવાનો દાવો કર્યો હતો.

આ ઉપરાંત થોડા દિવસ પહેલા ઋષિ ભારતીબાપુ નુ પણ એક નિવેદન સામે આવ્યુ હતુ જેમા કોઈ ચોક્કસ સમાજ ને અન્યાય થઇ રહ્યો છે તેવુ જણાવ્યુ હતુ અને ક્યા સમાજ માથી ગુજરાત નો સીએમ હોવો જોઈએ એ પણ જણાવ્યુ હતુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!