.મિત્રને ડુબતો જોઈ બચાવવા માટે બીજો મીત્ર કેનાલ પડ્યો અને બન્ને મોત ને ભેટ્યા હતા, જેમા થી એકનું જન્મ દિવસ જ…
અવાર નવાર અનેક એવા બનાવો બની રહ્યા છે જેમા કેનાલ અને નદી મા નહાવા પડતા કોઈ ડુબી ગયુ હોય. ઘણી વખત માતા પિતા ને જાણ કર્યા વગર નાહવા જતા હોય અને બાળકો ડૂબવાની ઘટના બની હોય અને ઘણી જગ્યા એ ચેતવણી આપી હોય છતા આવી ઘટના બનતી હોય છે ત્યારે બધું એક આવી કરુણ ઘટના બની છે જેમા બે યુવકો ડૂબ્યા છે.
જાણવા મળતી વિગતો અનુસાર ઠાસરાની સચિદાનંદ સ્કુલ પાસે આવેલી શેઢી શાખાની કેનાલમાં બે નવયુવકો ડૂબી જતાં તેમના મોત થયાં છે. ગતરોજ કપડવંજના વડોલનો 24 વર્ષિય અજય કનુભાઈ વાઘેલા પોતાનો જન્મદિવસ હોવાથી મિત્રો સાથે ફરવા નીકળ્યો હતો. આ સમયે તેની સાથે બાલાસિનોરના ઓથવાડમાં રહેતો 23 વર્ષિય સુનીલભાઈ રામસિંહ ઝાલા અને અન્ય ત્રણ મિત્રો હતા. આ પાંચેય મિત્રો સાંજે પોણા સાત વાગ્યાના અરસામાં ઠાસરાની સચિદાનંદ સ્કુલ પાસે આવેલી શેઢી શાખાની કેનાલના બ્રીજ પર પહોંચ્યા હતા.
જ્યારે એક મિત્ર અજય હાથ પગ ધોવા માટે કેનાલ મા ઉતર્યો હતો અને પગ લપસવાથી તે કેનાલ મા ડુબવા લાગ્યો હતો જે જોઈને અન્ય મિત્રો બચાવવા માટે કેનાલ મા કુદી પડ્યા હતા. પાણી કેટલું ઉંડું છે એ જાણ ન હોવાથી અજય ને બચાવવા માટે સુનીલ પણ સાથે ડુબયો હતો. મિત્રો અજય અને સુનીલ ને બચાવવા મા અસફળ રહ્યા હતા.
પોલીસે ઘટના સ્થળે પહોંચી ને લાંબી મહેનત બાદ બન્ને ની લાશ ને શોધી કાઢી હતી અને બંને યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયા છે. મૃતક અજય નો 24 મો જન્મ દિવસ તેના માટે કાળમુખો સાબીત થયો હતો. પોતાના જન્મ દિવસ હતો એ માટે તેવો ફરવા ગયા હતા અને આ ઘટના બની હતી અજય અને સુનીલ બન્ને ના પરીવાર પર દુખ નો પહાડ ટુટી પડ્યો હતો.