India

મિત્રોની આ કેવી મિત્રતા ?એક સાથે બે જીગરજાન મિત્રોએ ગળાફાંસો ખાયને મૌતને વ્હાલું કરી લીધું,”મિસ યુ યારો..

વર્તમાન સમયમાં જો વાત કરવામાં આવે તો હાલ અનેક એવા આત્મહત્યાના કિસ્સાઓ આપણી સામે આવતા જ રહેતા હોય છે જેના વિશે જાણ્યા બાદ આપણે પણ આંચકો લાગતો હોય છે તો અમુક વખત તો આશ્ચર્યમાં મુકાવાનું થતું હોય છે,એવામાં એક ખુબ જ ચોંકાવી દેતો બનાવ હાલ સામે આવ્યો છે જેમાં બે પાક્કા મિત્રોએ એક સાથે જ ગળાફાંસો ખાયને મૌતને વ્હાલું કરી લીધું હતું, આ ઘટનાની જાણ થતા સમગ્ર પંથકમાં સૌ કોઈ આશ્ચર્યમાં જ મુકાયું હતું.

મિત્રો તમને ખબર જ હશે કે લોકો પોતાના પ્રેમમાં આથવા તો અમુક વખત ફેમિલી પ્રેશર કે બીજા કોઈ કારણોને લઈને આત્મહત્યાના આવા પગલાં લઇ લેતા હોય છે પરંતુ આ કિસ્સામાં સાવ અલગ જ ઘટના સામે આવી છે કારણ કે અહીં બે મિત્રોએ જ એક સાથે આત્મહત્યા કરીને પોતાના જીવનનો સાથે સાથે અંત આણ્યો છે. તો ચાલો તમને આ પુરી ઘટના વિશે વિગતે જણાવી દઈએ.

ઘટના અંગે જાણવા મળેલ છે કે શુક્રવારની રાતે લગભગ 9 વાગ્યાની આસપાસ બંને મિત્રોના મૃતદેહ વૃક્ષ પર લટકતા જોવા મલ્યા હતા, બે મિત્રોને આવી હાલતમાં જોતા સૌ કોઈ દંગ જ રહી ગયું હતું જે બાદ લોકોએ આ ઘટના અંગે પોલીસને જાણ કરી હતી આ બાદ પોલીસે ઘટના સ્થળે દોડી આવીને પુરી તપાસ કરીને બંનેના મૃતદેહને કબ્જે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી જેમાં મોટા મોટા ખુલાસાઓ પણ થયા હતા.

મીડિયા રિપોર્ટ અનુસાર જાણવા મળ્યું છે કે મિત્રતાની આ ચોંકાવનારી ઘટના નાના લાંબા ગ્રામ પંચાયતમાં આવેલ રામપુરાનો છે જ્યા રામપુરા ગામના જ રહેવાસી મુકેશ બલાઈ(ઉ.વ.19) અને તેના પાક્કા મિત્ર એવા રામાવતાર વૈષ્ણવ શુક્રવારના રોજ તેઓ બંનેને ગ્રામજનોએ સાથે સાથે જોયા હતા જે બાદ આ બંને મિત્રોએ પોતાના સોશિયલ મીડિયા પર પોતાનો ફોટો અપલોડ કર્યો હતો અને કેપશનમાં લખ્યું હતું કે ‘મિસ યુ યારો’ જે બાદ જ રાત્રીના લગભગ 9 વાગે બંને મિત્રોના મૃતદેહ વૃક્ષ સાથે લટકતા જોવા મળ્યા હતા, હાલ આ ઘટનાને લઈને કોઈ પ્રકારે ખુલાસો થવા પામ્યો નથી, આત્મહત્યાનું કારણ પણ હાલ પુરુતું સામે આવ્યું નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!