ગોવા જવાનો ખર્ચો બચી જશે! ગોવા જેવી મોજ માણો ગુજરાતમાં આવેલ આ બીચની…
વેકશન આવે એટલે ફરવા જવાનું મન થાય! આવી મોંઘવારીમાં ગોવા જવાનાં સપનાને પૂરું કેમ કરવું? આવા વિચાર દરેકના મનમાં આવે જ છે. ત્યારે ચાલો આજે અમે આપને એક એવા સ્થાન વિશે જણાવીશું જેના વિશે જાણીને તમે ચોંકી જશો.હાલમાં જ ગરમીથી રાહત મેળવવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ દમણ ઉમટી પડ્યા છે. મિની ગોવા તરીકે ઓળખાતા દમણમાં પ્રવાસીઓની ભીડ ઉમટતા 2 વર્ષ બાદ પ્રવાસીઓ ઉમટી પડ્યા છે.

ચાલો આ સ્થળ વિશેની ખાસિયત જણાવીએ. દમણમાં ઐતિહાસિક કિલ્લા, દેવકા બીચ અને જમપોર બીચ સહિતના સ્થળો પર વોટર રાઇડની પ્રવાસીઓ મજા માણી રહ્યા છે. દમણમાં સમર વેકેશનની મજા માણવા અમદાવાદ, વડોદરા, સુરત સહિત દક્ષિણ ગુજરાતમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યા છે.

મિની ગોવા તરીકે જાણીતા દમણમાં હાલ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. એક તરફ શાંત દરિયો અને બીજી તરફ આથમતો સૂરજ. આ નયનરમ્ય નજારો દમણના દરિયા કિનારાનો છે. રાજ્યના પડોશમાં આવેલો નાનકડો સંઘપ્રદેશ દમણ પર્યટન માટે ખૂબ જ જાણીતું નામ છે. દરિયા કિનારે આવેલો હોવાથી આ નાનકડો સંઘપ્રદેશ પર્યટન માટે દેશભરમાં જાણીતો છે અને દેશભરના પર્યટકો દમણની મુલાકાત લે છે.

પર્યટકો ફરી એક વખત આ સુંદર નાનકડા પ્રદેશની મુલાકાત લેવાની શરૂઆત થઇ છે. પ્રદેશના જમપોર અને દેવકા દરિયા કિનારે મોટી સંખ્યામાં પર્યટકો આવી રહ્યા છે. સમર વેકેશનના માહોલમાં ફરી વખત દમણની રોનક પરત ફરી રહી છે. પર્યટકો પરિવાર સાથે દમણની મુલાકાત લઈ રહ્યા છે. જેથી નાના વેન્ડરથી લઈને દમણવાસીઓને આર્થિક ફાયદો થઇ રહ્યો છે. હોટલ ઉદ્યોગમાં પણ અત્યારે ઉત્સાહનો માહોલ છે.
