આ જાણીતા બીચ પર દિપડાના આટા ફેરાની લોકો મા ફફડાટ ! લોકો ને બારી દરવાજા બંધ રાખવા અપીલ…જાણો વિગતે..
આપણે જાણીએ છે કે, સોશિયલ મીડિયા પર અવારનવાર સિંહ અને દીપડાઓના વીડિયો વાયરલ થતા હોય છે. મોટેભાગે જંગલી જાનવરો ગામડાઓ અને રસ્તાઓમાં વિચરણ કરવા માટે નીકળી પડતા હોય છે પરંતુ હાલમાં જ એક ગજબ કિસ્સો બન્યો છે.બ્લુ ફ્લેગ સર્ટિફિકેશન ધરાવનાર ઘોઘલ બીચ પર દીપડા લટાર મારતા જોવા મળ્યા છે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, પાછલા ચાર દિવસથી દીપડો માત્ર ઘોઘલા બીચ પર જ નહીં.
ગામમાંની શેરીઓમાં આંટાફેરા મારી રહ્યો છે. વન વિભાગ દ્વારા જાણવા મળ્યું હતું કે, તા 19મી સપ્ટેમ્બર સોમવારના રોજ સવારના સમયે ઘોઘલા બીચ પર તેમજ ગામના અમુક વિસ્તારોમાં દીપડાના પગ માર્ક જોવા મળ્યા હતા. સાતમી સપ્ટેમ્બરના રોજ પહેલીવાર અહીં દીપડો દેખાયો હતો.
આ કારણે તાત્કાલિક જ વન વિભાગ દ્વારા પીંજરા મૂકવામાં આવ્યા હતા પરંતુ હજી સુધી દીપડાને પકડી નથી શકાયો. પાછલા ચાર દિવસથી સ્થાનિકો, પોલીસ અને વન વિભાગની ટીમ અલગ અલગ સ્થળોએ દીપડાને દરરોજ જોઈ રહ્યા છે. ઘોઘલા બીચ પર આવેલી અમુક હોટલના સીસીટીવી ફૂટેજમાં દીપડો જોવા મળ્યો હતો.
તમે વિચારશો કે, આ બીચ પર દીપડો કંઈ રીતે ? અધિકારીઓએ સ્વીકાર્યું કે દીપડો રાતના સમયે ગીર-સોમનાથ તરફથી આવે છે અને સૂર્યોદય પહેલા જતો રહે છે. જેથી ઘોઘલા ગામના લોકોને અપીલ કરવામાં આવી છે કે થોડા દિવસ સુધી પોતાના બાળકોને એકલા બહાર ના મોકલે અને ઘરના દરવાજા પણ બંધ રાખે. રાતના સમયે આ તકેદારી રાખવાની સલાહ આપવામાં આવી છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.