જાનૈયાઓ બેન્ડવાજા સાથે મસ્જીદની સામેથી નીકળ્યા બાદ અસામાજીક તત્વોએ એ પથ્થરમારો કર્યો! બાદ મા પીલસે પણ એવી કાર્યવાહી કરી કે બુલડોઝર લઈ ને…
દિવસે ને દિવસે હિન્દૂ અને મુસ્લિમમાં વિવાદની ઘટનાઓ બનતી રહે છે. હાલમાં જ જાનૈયાઓ બેન્ડવાજા સાથે મસ્જીદની સામેથી નીકળ્યા બાદ અસામાજીક તત્વોએ એ પથ્થરમારો કર્યો! બાદ મા પીલસે પણ એવી કાર્યવાહી કરી કે, તેના વિશે જાણીને તમને પણ આશ્ચય થશે કે પોલીસ આવું પણ કરી શકે છે. આ ઘટના બની છે મધ્યપ્રદેશના એક ગામમાં જેના વિશે અમે આપને સપૂર્ણ માહિતી આપીશું કે કંઈ રીતે આ ઘટનાનો બનાવ બન્યો અને આ ઘટનાને લઈને પોલીસે શું પગલાં લીધા એ જાણવા જરૂરી છે.
મીડિયા દ્વારા જાણવા મળ્યું છે કે, મધ્ય પ્રદેશના રાજગઢમાં ગુરુવારે દલિત દીકરીના લગ્ન પ્રસંગ સમયે જાનૈયા ઉપર અસામજીતત્વોએ પથ્થરમારો કર્યો હતો. આ ઘટનાના બનાવ એવો બન્યો હતો કે, 25 જેટલા તોફાની તત્વોએ જાનૈયાઓ ઉપર ત્યારે પથ્થરમારો કર્યો હતો જ્યારે જાન બેન્ડવાજા સાથે મસ્જીદની સામેથી નિકળી. આ ક્રૂરતા પુર્વક બનાવમાં આ ઘટનામાં ચાર જાનૈયા અને એક બાળકીને ઇજાગ્રસ્ત થયેલ અને આ બનાવ બન્યા બાફ તાત્કાલિક પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
સુત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, મસ્જીદની સામેથી નીકળી રહ્યા હતા ત્યારે તોફાની તત્વોએ બેન્ડવાજા બંધ કરવાનું કહ્યું.જેથી એમની વાતનું માન રાખીને મસ્જીદની સામે બેન્ડ બંધ કરી દીધા હતા ત્યારબાદ આગળ જઈને એટલે કે જાનૈયાઓ શિતળા માતાજી મંદિરના ચોકમાં પહોચ્યા ત્યારે ફરી બેન્ડવાજા શરુ કર્યા હતા ત્યારે પાછળ આવીને ગાળો બોલતા બોલતા ઈંટ અને પથ્થરો ફેંકવા લાગ્યા.
આ ઘટનાની જાણ થતાં જ પોલીસે કાયદેસરનાં પગલાં લીધા અને આ ઘટનામાં એક યુવકને વધારે ઈજા થતા તેને રાજગઢ રીફર કરવામાં આવ્યો હતો. આ આખી ઘટના CCTV કેમેરામાં કેદ થઇ ગઈ હતી. પોલીસે આ ઘટનાને લઈને 8 વ્યક્તિ ઉપર કેસ દાખલ કર્યો છે. તેમજ પથ્થરમારો કરનારા લોકોના ગેરકાયદેસર મકાનો ઉપર સરકારે ગુરુવારે બુલડોઝર ફેરવી દીધા હતા. નોંધનીય છે કે, આ આખી ઘટનામાં પોલીસે 8 લોકો સામે કેસ પણ દાખલ કર્યો છે.