આ પટેલ પરિવારને મળ્યો મામેરા ભરવાનો લ્હાવો! બંને દીકરીઓ એ જાતે વાઘા દાગીના બનાવ્યા ! જુવો ખાસ તસ્વીરો
અષાઢી બીજાના શુભ અવસરે જગતના નાથ નગર ચર્યા પધારવના છે, ત્યારે સૌ કોઈ તેમના આગમનની તૈયારીઓ કરી રહ્યા છે. હાલમાં જ આજ રોજ સરસપુરમા ભગવાનનું મામેરૂ ભરવામાં આવ્યું હતું. જે રીતે વ્યક્તિનાં પોતાના ઘરે ખુશીનો અવસર હોય એમ જ ભગવાન મામેરા પણ ખૂબ જ ધામધૂમથી ભરવામાં આવ્યા હતા. સૌથી ખાસ વાત એ છે કે, આ તો સ્વયં ભગવાનનાં મામેરાનો અવસર છે, તો કોઈ કચાશ કેમ રાખી શકાય. આજ શુભ અવસર છે ભગવાની તન,મન અને ધનથી સેવા કરવાનો.
ભગવાનની રથયાત્રાની તાળામાર તૈયારીઓ ચાલી રહી છે.આમ પણભગવાનના વાઘા અને દાગીનાની સજાવટ માટે છેલ્લા બે મહિનાથી તૈયારીઓ કરવામાં આવી હતી.આ સુંદર વાઘા અને દાગીના બનાવવા નો અવસરપટેલ પરિવારની બે દીકરીઓ વૈદેહી અને ઋતા પટેલને મળ્યો હતો.
આ બંને દીકરીઓ એ ભગવાનના મોસાળાના વાઘા અને દાગીના માટેની થીમ જાતે જ ઘરે તૈયાર કરી છે. બંને દીકરીઓ કહ્યું કે, ભગવાનના મોસાળાની તૈયારી અમે જેમ લગ્નમાં તૈયારી કરતા હોય તેવી રીતે કરી છે. પરિવારની મહિલાઓ સાથે મળીને આ મામેરાની તૈયારી કરી છે.
ખાસ વાતએ છે કે, આ દાગીનામાં ચંદનના હાર હોય છે તેમ અમે ચંદનના હાર કમળ અને જડતરના સ્ટોન વગેરે સાથે બનાવ્યા છે. ગોકુળ મથુરામાં ભગવાન છે તેવા ભગવાનની ફીલિંગ આવે તેવી રીતે તૈયારી કરવા છેલ્લા બે મહિનાથી મહેનત કરી રહ્યાં છીએ.વૈદેહી પટેલે જ્વેલરી ડિઝાઇનનો કોર્સ કરેલો જેથી ભગવાનના મોસાળાના વાઘા અને દાગીનાની થીમ અમે જાતે જ તૈયાર કરી છે.
જેમાં ભગવાનને પ્રિય એવા મોર, કમળ અને ગાય પર આખી થીમ તૈયાર કરી છે. અત્યાર સુધી ભગવાનના જે સ્કાય બ્લુ અને અને ગુલાબી કલરના વાઘા નથી બન્યા એવા વાઘા બનાવવા માટે આપ્યા છે. ભગવાન વાઘા પર નીરખે એવા જરદોશી વર્ક સાથે સુંદર લાગે એવું અમે આ વર્ષે બનાવ્યું છે.
રથયાત્રા પહેલા મામાના ઘરે મોસાળમાં મામેરાના દર્શન યોજાતાં હોય છે. આજે સરસપુર મંદિર ખાતે મામેરાના દર્શન યોજાયા છે. મૂળ સરસપુરના જ રહેવાસી અને હાલ આંબાવાડી ખાતે રહેતા રાજેશભાઈ પટેલ (HOF પરિવાર) દ્વારા મામેરું કરવામાં આવ્યું છે
. વાજતે ગાજતે ભગવાનનુ મોસાળુ ભવ્ય રીતે રાજેશભાઈ પટેલ પોતાના ઘરે લઈ જશે અને 25 અને 26 જૂન એમ બે દિવસ સવારે 9થી રાત્રે 9 વાગ્યા સુધી મોસાળાના દર્શન તેમના ઘરે રાખવામાં આવ્યા છે.
.
મૂળ અમરેલીના નાના રાજકોટ ગામના વતની એવા પટેલ મોહનલાલના પરિવારમાં રાજેશભાઈ, હર્ષદભાઈ અને જીગ્નેશભાઈ એમ ત્રણ ભાઈઓ વર્ષોથી અમદાવાદમાં સરસપુરમાં રહેતા હતા. શહેરના સિંધુભવન રોડ પર આવેલા HOF ફર્નિચરના શો રૂમના માલિક છે.
રાજેશભાઈના દાદા અને પિતા ભગવાન જગન્નાથમાં અતૂટ શ્રદ્ધા ધરાવતા હતા અને તેઓની ઈચ્છા હતી કે તેઓ એકવાર ભગવાન જગન્નાથનું મોસાળું કરે અને વર્ષો બાદ 145મી રથયાત્રામાં ભગવાનનું મોસાળું કરવાનું લ્હાવો મળ્યો છે.