IndiaViral video

આ ભારતીય દીકરી “રામ મંદિર” ના ધ્વજને હજારો ફૂટ ઉચ્ચે આકાશમાં લેહરાવ્યો !! જાણો કોણ છે આ દીકરી ? વિડીયો જોઈ તમે કહેશો “જય શ્રી રામ…

રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ વિશે તો આપ સૌ કોઈ જાણતા જ હશો, આવનારી 22 જાન્યુઆરીના રોજ ભગવાન રામનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ કરવામાં આવશે, એવામાં દરેક લોકો નિર્માણ થઇ રહેલ રામ મંદિર પ્રત્યે પોતે અનોખી અનોખી ભેટ આપી રહ્યા છે તો અમુક લોકો રામ ભગવાનના દર્શન કરીને આ ગૌરવની ક્ષણોને નજીક આવતા જોઈ રહયા છે.

એવામાં સોશિયલ મીડિયા પર એક વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ જ વધારે વાયરલ થઇ રહ્યો છે જેમાં એક દીકરી ભગવાન રામના ધ્વજને લઈને હજારો ફીટની ઉંચાઈથી છલાંગ લગાવી દે છે ખરેખર આ દરેક ભારતીય માટે ગૌરવની શણ ગણી શકાય કારણ કે આવું કરવું તેના માટે ખુબ વધારે હિંમતની જરૂર પડતી હોય છે, આ દીકરી કોણ છે તો ચાલો તમને જણાવી દઈએ.

અનામિકા શર્મા નામની 23 વર્ષીય યુવતીએ આવો કારનામો કરી બતાવ્યો હતો, રિપોર્ટ અનુસાર જણાવી દઈએ કે અનામિકા શર્મા યુનાઇટેડ સ્ટેટ પેરાશૂટ એસોસિએશનનું સી કેટેગરીનું સ્કાય ડાયવિંગ લાઇસન્સ ધરાવે છે. અનામિકા શર્માએ થાઈલેન્ડના રેયાન્ગ શહેરના આકાશમાંથી 13 હજાર ફૂટ ઉચ્ચાઈ પરથી છલાંગ લગાવી દીધી હતી.

આ શકાય ડાયવિંગની ખાસ વાત તો એ છે કે અનામિકા શર્માએ આ કારનામો કરતી વખતે ભગવાન શ્રી રામ મંદિરનો ધ્વજ હાથમાં લઈને 13 હજાર ફૂટથી છલાંગ લગાવી હતી જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વધારે વાયરલ થઇ રહ્યો છે.આ બાબતે ખુદ અનામિકા શર્મા જણાવે છે કે તે ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ઘણી ઉત્સુખ હતી આથી તેણે ધ્વજ સાથે છલાંગ લગાવી દીધી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!