Entertainment

ખાખી પર દાગ લાગ્યો ! ભરુચ ના બે પોલીસ કોન્સ્ટેબલ ને સસ્પેન્ડ કરાયા કારણ જાણી ચોકી જશો…

હાલમાં એવી ઘટના ઘટી છે કે, જાણીને ચોકી જશો. ખાખી પર દાગ લાગ્યો ! ભરુચ ના બે પોલીસ કોન્સ્ટેબલ ને સસ્પેન્ડ કરાયા કારણ જાણી ચોકી જશો. સૂત્ર દ્વારા જાણવા મળ્યું કે,ભરુચ લોકલ ક્રાઈમ બ્રાંચમાં ફરજ બજાવતા બે કોન્સ્ટેબલોને જિલ્લા એસપી દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સસ્પેન્ડ થનારા બંને કોન્સ્ટેબલો પર પોલીસકર્મીઓની જ જાસૂસી કરવાનો આરોપ છે.

દારુ-જુગારના ધંધા પર નજર રાખતી સ્ટેટ મોનિટરિંગ સેલના 15 અધિકારીઓની જાસૂસી કરી તેમના લોકેશન બુટલેગરોને આપી દેતા હતા. જેનાથી સ્ટેટ મોનિટરિંગ સેલની રેડ પડે તે પહેલા જ બૂટલેગરો દારુનો જથ્થો સગેવગે કરી દેતા હતા, અને પોલીસ હંમેશા હાથ ઘસતી રહી જતી હતી. પોલીસની હિલચાલની માહિતી બુટલેગર સુધી પહોંચાડતા આ બંને કોન્સ્ટેબલોના નામ અશોક સોલંકી તેમજ મયૂર ખુમાણ હોવાનું બહાર આવ્યું છે. આમ તો તેમને સોમવારે જ સસ્પેન્ડ કરી દેવાયા હતા, પરંતુ તેની વિગતો છેક ગુરુવારે બહાર આવી હતી.

આ બંને કોન્સ્ટેબલો સ્ટેટ મોનિટરિંગ સેલના અધિકારીઓનું લોકેશન શેર કરવા બદલ બુટલેગર પાસેથી તગડી રકમ પણ મેળવતા હોવાની આશંકા છે. છેલ્લા કેટલાક સમયથી પોલીસ ભરુચ તેમજ વડોદરામાં બુટલેગરો પાસેથી દારુનો મોટો જથ્થો પકડવા માટે મથી રહી હતી.

બુટલેગરોએ દારુનો ક્યાં સ્ટોક કર્યો છે તેની પાક્કી માહિતી મળ્યા બાદ પણ પોલીસની ટીમ જ્યારે ત્યાં પહોંચતી ત્યારે કશુંય નહોતું મળતું. જેના કારણે સ્ટેટ મોનિટરિંગ સેલના અધિકારીઓને શંકા પડી હતી કે તેમની હિલચાલ પર કોઈના દ્વારા નજર રાખવામાં આવી રહી છે, અને તેની માહિતી બુટલેગરોને પહોંચાડાઈ રહી છે.

આ મામલે તપાસ કરાવાતા આ બંને કોન્સ્ટેબલોનો ભાંડો ફુટ્યો હતો. તપાસમાં એવું પણ બહાર આવ્યું હતું કે તેમણે સ્ટેટ મોનિટરિંગ સેલના 15 અધિકારીઓના છેલ્લા ત્રણ મહિનામાં 760 વાર લોકેશન મેળવ્યા હતા, અને તેની માહિતી બુટલેગરો સુધી પહોંચાડી હતી. અશોક સોલંકી અને મયૂર ખુમાણ છેલ્લા 10 વર્ષથી ભરુચ લોકલ ક્રાઈમ બ્રાંચની સાયબર સેલમાં ફરજ બજાવે છે.

એક પછી એક રેડ નિષ્ફળ જતાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા કેટલાક બુટલેગરોને રાઉન્ડ-અપ કરીને તેમની કડક પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં આ બુટલેગરોએ જ વટાણા વેરી દઈને ભરુચ પોલીસના બે કોન્સ્ટેબલોના નામ આપી દીધા હતા. ભૂતકાળમાં તેમણે કોન્સ્ટેબલને મદદ કરવા તેની પ્રેમિકાના લોકેશન ટ્રેસ કર્યા હોવાની વાત પણ આજથી બે વર્ષ પહેલા બહાર આવી હતી, પરંતુ આ સમગ્ર મામલો રફે-દફે કરી દેવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!