ભુરુચના સાગર ખેડુઓ ને કરોડો ની માછલી મળતા રાતોરાત કરોડપતિ થયા ! જાણો માછલી ની કીંમત કેમ વધારે…
આપણે સૌ કોઈ જાણીએ છે કે, દરિયો એ માછીમારો માટે રોજી રોટી છે. દરિયા દેવની કૃપાથી જ માછીમારોનું જીવન ચાલે છે. આમ પણ કહેવાય છે ને કે, દરિયો તો અખૂટ ખજાનો છે. જેને તમે ખેડો એટલે તે માછીમારોને બધું જ આપશે. હાલમાં જ ભરૂચનાં માછીમારો રાતોરાત કરોડપતિઓ બની ગયા છે. આ વાત જાણીને તમને આશ્ચય પણ થાય પરંતુ આ વાત સાચી છે, ચાલો અમે આપને જણાવીએ કે કઈ રીતે માછીમારો કરોડપતિ બન્યા.
દેવ પોઢી એકાદશી થી માછીમારોએ સમુદ્ર દેવનું વિધિવત પૂજન અર્ચન કરી આ વર્ષની ચોમાસાની મોસમની શરૂઆત કરી હતી. નર્મદા નદી અને અરબી સમુદ્રના સંગમ સ્થાને ભાભરા પાણીમાં પ્રજનન માટે આવતી હિલ્સા માછલીએ જિલ્લાના 25 હજાર માછીમારોને ધનવાન બનાવી દીધા. તમને જાણીને નવાઈ લાગશે કે, પહેલા જુવાળમાં 4.40 લાખ જેટલી માછલીઓ જિલ્લાના માછીમારોને મળી છે.
જેની કિંમત 600 લેખે પણ કિલોના ગણી એ તો 26.40 કરોડ હિલ્સા માછલીઓની કમાણી થઈ છે.પહેલા જુવાળમાં જ માછીમારોને સાગરના સુકામેવા સમાન અને વિદેશી હૂંડિયામણ રળી આપતી હિલ્સા માછલીની ભરપૂર આવક થઈ છે.અન્ય શહેરો, રાજ્યના વેપારીઓ પણ હિલ્સાની ખરીદી માટે આવી રહ્યા છે. ગયા વર્ષે કરતા વધુ ભાવો મળી રહ્યા છે.
માછીમારો નાવડીઓ લઇ 7 દિવસ નદીના મુખ પ્રદેશથી લઇ દરીયામાં 35 કિમિ સુધી અંદર ધામા નાખી હિલ્સા માછલી પકડે છે.ભરૂચની નર્મદા નદીના મીઠા પાણીમાં મળતી હિલ્સા માછલી મૂળ દરિયાની વતની છે, પરંતુ તે પોતાના બચ્ચાંને મીઠા નિર્મળ શુદ્ધ જળમાં ઉછેરવા દર વર્ષે જૂનથી ઓગષ્ટ મહિના સુધી કિલોમીટરોની સમુદ્રમાં સફર ખેડી મીઠા પાણીમાં ઇંડા મૂકવા આવે છે. હિલ્સા માછલી સ્થાનિક વેપારીઓ ખરીદી મુંબઇનાં બજારમાં વેચે છે. જ્યાંથી ભારત બહાર અન્ય દેશોમાં હિલ્સા માછલીની નિકાસ થાય છે.
