પટેલ પરિવાર પાંચ વર્ષની ફુલ જેવી દીકરીનુ અકસ્માત મા કમકમાટીભર્યુ મોત નીપજ્યું ! અકસ્માત બાદ લોકો એ કર્યુ એવું કે
હજી તો બુધવારે રાત્રી ના રોજ એક ખુબજ દુઃખદ ઘટના બની હતી જેમા નેત્રંગ મા પતિ પત્ની અને દીકરી કાર લઈ ને જઈ રહ્યા હતા ત્યારે કાર બ્રીજ પર થી નદી મા ખાબકી હતી અને ત્રણેય નુ કરુણ મોત થયું હતુ જ્યારે આજે ફરી અકસ્માત ની ખુબજ દુખદ ઘટના સામે આવી હતી જેમા એક પાંચ વર્ષ ની માસુમ બાળકીનુ બસ અડફેટે કરુણ મોત નીપજ્યું હતુ.
ઘટના અંગે વિગતે વાત કરીએ તો ભરુચ ના ભોલાવની સોસાયટીમાં રહેતા પટેલ પરિવાર ની પાંચ વર્ષ ની દીકરીનુ ધ્યાની આજે સવારે બસ અડફેટે આવી જતા કરુણ મોત નિપજ્યું હતુ. આ ઘટના ત્યારે બની હતી જ્યારે ધ્યાની ને શાળા એ મુકમા માટે તેના દાદા મહેશ હરિભાઈ પટેલ અને માતા ડિમ્પુબેન ધર્મેશભાઈ પટેલ જતા હતા ધ્યાની બાઈક મા વચ્ચે બેઠી હતી. ત્યારે નંદેલાવ બ્રિજ ઉતરતા જ મઢુલી સર્કલ નજીક એક લકઝરી બસના ચાલકે બાઇકને અડફેટે લીધી હતી.
બસની જોરદાર ટક્કર થી ધ્યાની નીચે પટકાઈ હતી અને ગંભીર ઈજાઓ ની તેનુ મોત નીપજ્યું હતુ જ્યારે બાઈક સવાર દાદા અને ધ્યાનીના માતા પણ નીચે પટકાતા ઈજાઓ પહોંચી હતી અને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ એ ખસેડવા મા આવ્યા હતા જ્યારે આ ઘટના ને લીધે સ્થાનિક લોકો મા ભારે રોષ ભરાયો હતો અને લોકો એ રોડ ને ચક્કાજામ કર્યો હતો જ્યારે લોકો નો રોષ જોઈ બસ ચાલક બસ મુકીને ફરાર થઈ ગયો હતો જ્યારે ઘટના ની જાણ પોલીસને થતા તાત્કાલિક ઘટનાસ્થળે કાર્યવાહી હાથ ધરી હતી.
લોકો ને પોલીસ દ્વારા સમજાવટ કરવા મા આવી હતી અને પોલીસે રસ્તા ઉપર સ્પીડ બ્રેકર અને પોલીસ પોઇન્ટની સ્થાનિકોની માંગણી સ્વીકારતા લોકો એ રસ્તાઓ પર થી ઉભા થયા હતા અને વાહન વ્યવહાર ફરી ચાલું થયો હતો. ખરાબ રોડ અને બેદરકારી ભર્યા ડ્રાઇવીંગ ને કારણે છેલ્લા અઠવાડીયા મા ઘણા અકસ્માતો ના બનાવ બન્યા છે અને ઘણા લોકો એ પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે.