મુળ ગુજરાતની ભાવીની ગાંધી જોવા મળશે આ ગુજરાતી ફિલ્મો! એક સમયે શું કામ કરવું ખબર ન હતી, આવું હતું જેનું જીવન…
ગુજરાતી સિનેમામાં અનેક અભિનેત્રીઓ એક પછી એક ગુજરાતી ફિલ્મોમાં ડેબ્યુ કરી રહી છે, તો કેટલીક અભિનેત્રીઓ ગુજરાતી ફિલ્મોમાં પૂનરાગમન કરી રહી છે. ત્યારે આજે આપણે એક એવી અભિનેત્રીની વાત કરીશું જેને હિન્દી સિરિયલોમાં ધૂમ મચાવી છે અને હવે ગુજરાતી ફિલ્મમાં જોવા મળશે. ખરેખર આ ફિલ્મ એક મહિલાશક્તિ પર આધારિત છે. આજના સમયમાં આવી મોર્ડનવદુર્ગાઓ દરેક મહિલાઓની અંદર જોવા મળે જ છે.
ત્યારે ચાલો આપણે જાણીએ કે કંઈ અભિનેત્રી અને ક્યાં ફિલ્મમાં જોવા મળશે? જણાવશો ? મૂળ ગુજરાતનાં વાપીની ભાવીની ગાંધીએ જ્યારે અભિનયની શરૂઆત કરી ત્યારે તેને એક ફિલ્મ મળી અને એ ફિલ્મમાં લોકોએ અભિનય જોયો અને બધાને ગમ્યો અને પછી મને ઘણી બધી ઓફર આવી અને તેની કારકિર્દી ની શરૂઆત થઈ. આ ઘટના બાદ તેને ક્યારેય પાછળ ફરિને નથી જોયું.
“કોઇને કહેશો નહીં ” ગુજરાતી ફિલ્મ થી ડેબ્યુ કર્યું અને ત્યારબાદ પછી “પારખા” ફિલ્મ અને આ પહેલા તેને હીરો એક્સ્ટ્રીમ બાઇકની જાહેરાત કરી.પછી ધીમે ધીમે હિન્દી ધારાવાહિકમાં કામ કર્યું અને વર્ષ 2015માં કલર્સ ગુજરાતી ઉપર ધારાવાહિકો કરી, તેમાં નેગેટિવ રોલ કર્યા. જેના બાદ “કાચિંડો”, “લંડન કોલિંગ” જેવી ફિલ્મો કરી.જેના બાદ મને સ્ટારપ્લસ ઉપર “નામકરણ” ધારાવાહિક મળી. જેના બાદ “છોટી સરદારની” ધારાવાહિક કરી. ફિલ્મી જગતમાં ખૂબ જ સફળતા મેળવવા અભિનેત્રી અનેકગણો સંઘર્ષ કર્યો.હવે ભાવીની જાની ફરી એક વખત ગુજરાતી સિનેમાની મહિલા પ્રધાન ફિલ્મ હલકી ફુલકીમાં જોવા મળશે.
આ ફિલ્મમાં એક કે બે અભિનેત્રીઓ નહીં પરંતુ એકી સાથો સાથ 9 અભિનેત્રીઓ જોવા મળશે. આ ફિલ્મમાં ગુજરાતી સિનેમાની બે લોકપ્રિય અભિનેત્રી નેહા મહેતા અને આનંદી ત્રિપાઠી ગુજરાતી સિનેમામાં પુનરાગમન કરી રહી છે. ત્યારે ભાવીની ગાંધી આ ફિલ્મ દ્વારા ગુજરાતી સિનેમામાં મહત્વનું પાત્ર ભજવશે. આ ફિલ્મમાં તે એક સુહાગણ સ્ત્રી તરીકે જોવા મળશે અને તેના પાત્રનું નામ પરી છે. આ ફિલ્મમાં તે સંદેશ આપશે કે શું લગ્ન પછી સ્ત્રી પોતાના સપનાઓને પૂર્ણ કરી શકવા છે? ખરેખર ભાવીની જાની આજે એક ઉમદા કલાકાર છે અને તેની આ ફિલ્મ 17 ડિસેમ્બર જરૂર જોજો.