Viral video

રખડતા ઢોરની અડફેટે ભાવિન પટેલ નામના યુવાન નુ કરુણ મોત થયું ! બહેને રડતા રડતા એવી વાત જણાવી કે….જુઓ વિડીઓ

આપણે સૌ કોઈ જાણીએ છે કે, રખડતા પશુઓના ત્રાસ અસહનીય થઈ રહ્યો છે. દિવસે ને દિવસે અનેક પ્રકારના બનાવો બની રહ્યા છે, ત્યારે હાલમાં જ જાણવા મળ્યું છે કે અમદાવાદના નરોડા વિસ્તારમાં બાઈક સવાર યુવકને રખડતા ઢોરે અડફેટે લેતા યુવકનો જીવ લેવાયો. આ ઘટના ખૂબ જ ચોંકાવનારી અને ચેતવણી સમાન છે. દિવસે ને દિવસે આવા બનાવો સામે આવી રહ્યા છે, છતાં પણ કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવતી નથી.

સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, AMCની ઘોર બેદરકારીના કારણે ભાવિન પટેલના પરિવાર માથે આભ તૂટી પડ્યું છે.જાણવા મળ્યું છે કે, બાઇક સવાર ભાવિન પટેલને રખડતા ઢોર અડફેટે લીધેલ છે , આ કારણે માથાના ભાગમાં ગંભીર ઇજા પહોંચી હતી જેથી તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરેલ પરંતુ ભાવિન પટેલને બ્રેઈનમાં મલ્ટિપલ હેમરેજ થયું હોવાથી ભાવિન પટેલનું મૃત્યુ થયું છે. આ ઘટનાને કારણે પરિવાર જનોએ જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવા પરિવાર માંગ કરી રહ્યો છે.

મૃતક યુવકની બહેન મેઘન અમિનએ મીડિયા સમક્ષ કહ્યું હતું કે, ‘મારા ભાઇનો ગાય અથડાવાના કારણે અકસ્માત સર્જાયો છે. સરકારને કહો કે આ ગાયને અહીંથી કાઢે. રબારીને કહો કે અહીંયાથી નીકળી જાય. એના કરતા મ્યુનિસિપાલિટીને કહો કે ગાયોને અહીંથી કાઢે. અહીંયા ગાયો જોઇએ જ નહીં. મારો ભાઇ આજે જતો રહ્યો છે. શું સરકારને ખબર નથી પડતી કે આ ગાયોને અહીંથી કાઢવી જોઇએ. અમે લોકો મ્યુનિસિપાલિટી સામે કેસ કરવા માંગીએ છીએ.

ગાયોને અહીંથી હટાવો અમારી આગળથી. આજે મારો 38 વર્ષનો ભાઇ એક્સપાયર્ડ થઇ ગયો છે. બે નાની દીકરીઓ છે ઘરમાં, એનું ભરણપોષણ કોણ કરશે. એ લોકોને ભાન નથી પડતું. અમને ડૉક્ટરો અને હોસ્પિટલના સ્ટાફે તો હેલ્પ કરી પણ આ રોડ પર રખડતી ગાયોનું શું કરવાનું? એને બસ અહીંથી કાઢો. ભાવિન પટેલની બહેનો આ વીડિયો ખૂબ જ હદયસ્પર્શી છે.

મેઘલ બહેનએ રડતા પોતાની વાત જણાવી હતી અને લોકોમાં ને આ વાત સ્પર્શી ગઈ છે કારણ કે ખરેખર આ નિવેદન સત્ય છે કારણ કે, જે રીતે દિવસને દિવસે રખડતા ઢોરનાં કારણે અનેક લોકોના નિર્દોષ વ્યક્તિઓનાં જીવ લેવાઈ રહ્યા છે.સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, રાજ્યભરમાં સપ્ટેમ્બર મહિનામાં કુલ 471 લોકોના રખડતા ઢોરના કારણે અકસ્માત સર્જાયા છે. જેમાં સોથી વધુ અમદાવાદમાં 52 લોકોના અકસ્માત થયા છે. જ્યારે અમરેલીમાં 17, આણંદમાં 8, અરવલ્લીમાં 17 લોકો, બનાસકાંઠામાં 21, ભરૂચમાં 10 અને ભાવનગરમાં 19 લોકોના અકસ્માત થયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!