Gujarat

ગાય અથડાતા મોત ને ભેટેલા ભાવિનભાઈ પટેલ ના પરીવાર ના આસું નથી સુકાતા ! માતા અને પત્નીએ એવી વાત જણાવી કે..

1 ઓક્ટોબર ના રોજ અમદાવાદ મા એક ખુબજ દુઃખદ ઘટના બની હતી જેમા એક 38 વર્ષિય પટેલ યુવાન કે જેનુ નામ ભાવીન પટેલ હતુ તે ઘરેથી ઝેરોક્ષ લઈ ને નીકળ્યા બાદ ઘરે જીવતા પરત નહતા ફરી શક્યા કારણ કે નરોડાના મનોહરવિલા ચાર રસ્તા પર એક ઘટના બની હતી જેમા એક ગાય પાછળ કુતરાઓ પડતા ગાય રોડ ના ડીવાઇડર ની બીજી બાજુ કુદી ને આવી હતી.

જ્યારે ભાવિનભાઈ તેની બાઈક લઈ ને ત્યાથી પ્રસાર થઈ રહ્યા હતા જેના કારણે ગાય સાથે જોરદાર ટક્કર થઈ હતી જેના કારણે ભાવિન ભાઈ પટેલ ના માથા મા ગભીર ઈજા થઈ હતી. જ્યારે તેવો ને તાત્કાલિક હોસ્પીટલ ખસેડવા મા આવ્યા હતા ત્યારે સારવાર દરમિયાન ખબર પડી હતી કે ભાવિનભાઈ ની ખોપડી ટુટી ગઈ હતી અને થોડી જ વાર મા તેવો મોત ને ભેટયા હતા.

દિવ્ય ભાસ્કર ના એક એહવાલ પરથી જાણવા મળેલ કે ભાવિનભાઈ પટેલ એકદમ સરળ સ્વભાવના હતા ભાવિનભાઈને પત્ની નિરાલીબેન અને બે નાની દીકરી નિત્યા(13) અને રિયા(7) છે. જ્યારે ભાવિનભાઈ નો પરિવાર નરોડા મા રહે છે. જ્યારે આ પરીવાર ના આસું હજુ સુધી સુકાતા નથી. મિડીઆ સાથે વાતચીત દરમિયાન ભાવિનભાઈના પિતરાઈ રવિભાઈ પટેલ ભાવુક થઈ ગયા હતા.

તેમણે વાત કરતાં કહ્યું, ‘ભાવિનભાઈનાં ઘણાં સપનાં હતાં. હાલમાં જ તેમણે રિસ્ક લઈ એક નવું મકાન લીધું હતું. એમાં 20 લાખ રૂપિયા ભર્યા છે. બીજી લોન લીધી છે. જે પૈસા ભર્યા છે એ પણ બહારથી અને મિત્રો પાસેથી લાવેલા છે. એ વ્યક્તિનો બહુ સરળ સુશીલ અને સારો સ્વભાવ હતો. હવે મારા ઘરમાં કોઈપણ પ્રસંગ હશે તો તેમની ખોટ બહુ વર્તાશે. ઘરમાં હવે ભાવિનભાઈની બે નાની દીકરી છે. જે હવે તો મારી જ દીકરીઓ છે. તેમની પત્નીને તો અમે સમજાવી દઈએ, પણ નાની દીકરીઓને અમે શું જવાબ આપીએ?

મૃતક ભાવિનભાઈના માતા અને પત્નીની આંખો સુકાતી નથી. તે બંને સતત રડ્યાં જ કરે છે. તેમના પત્ની નિરાલીબેન કઈ બોલવાની હાલતમાં જ નથી. માતા સવિતાબેને રડતાં રડતાં કહ્યું હતું કે અમારું કુટુંબ તો ઠીક, પણ આજુબાજુ ગમે તે હોય, સ્વભાવના કારણે તે બધામાં ભળી જતો. તેને કોઈ અજાણ્યું લાગતું જ નહોતું. તેણે એ વખતે રજા લીધી હતી. 15 દિવસ પહેલાં જ મને માથામાં વાગ્યું તો 9 ટાંકા આવ્યા હતાં. મારી સ્થિતિ બરોબર નહોતી. ચક્કર આવતા હતા. તો મને સવારે ફોન કરીને કહ્યું કે મમ્મી હું તને લેવા આવું છું, પણ મેં ના પાડી. મારી તબિયત સારી નહોતી. આપણે ના કહેવું જોઈએ, પણ તે ભગવાનથી પણ વધારે હતો એમ કહું તો ચાલે. તેની બહુ જ યાદ આવશે. કહેતાં એ ધ્રુસકે ને ધ્રુસકે રડી પડે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!