બાળ કલાકાર ભાવિન રબારી એ અમેરિકા મા ડંકો વગાડયો ! જે બોલીવુડ સ્ટાર ના કરી શક્યા એ કરી બતાવ્યુ અને ઓસ્કર…
આજના સમયમાં દરેક ગુજરાતીઓ વિશ્વ ફ્લકે ચમકી રહ્યા છે. ત્યારે હાલમાં જ ગુજરાતી સિનેમાનો સૌથી નાનો કલાકાર ભાવિન રબારી એવી ખ્યાતિ મેળવી છે કે મોટા મોટા કલાકારો નથી મેળવી શક્યા. જામનગરના જ એક ગામનો નવ વર્ષનો ટેણીયો છેક ઓસ્કાર એવોર્ડ સુધી ચમક્યો છે અને હવે અમેરિકામાં એવી ખ્યાતિ મેળવી છે કે તેની કલ્પના મ કરી શકો.

‘છેલ્લા શો’ ફિલ્મની, આ ફિલ્મ વર્ષ 2023ના ઓસ્કાર એવોર્ડ માટે ભારતની ફિલ્મ તરીકે નોમિનેટ થઇ છે. આ ફિલ્મ દોઢ કલાકની છે અને માત્ર ગુજરાતી ભાષામાં જ બની છે એક પણ ભાષામાં ડબ થઈ નથી. ડિરેક્ટર નલિન પાનના જીવન સાથે વણાયેલી કહાની દર્શાવવાનો બખૂબી પ્રયાસ કરવામાં આવ્યો છે. નવ વર્ષના ટેણીયા ‘સમય’ ભાવિન રબારીની 35 એમએમ સિંગલ સ્ક્રીન સિનેમા પ્રત્યેની હમદર્દી અને સિનેમા પ્રોજેક્ટર લીડનો રોલ કરતા ફઝલ નામના મિત્ર અને અન્ય બાળ મિત્રો વચ્ચેની કહાની છે.

હાલમાં જ અમેરિકા ખાતે પ્રિયંકા ચોપરા દ્વારા ઈશા અંબાણીના ઘરે આ શોનું સ્પેશિયલ સ્ક્રીનીંગ રાખવામાં આવ્યું હતું અને સૌથી ખુશીની વાત એ છે કે, ડિરેક્ટર પાન નલિનની ફિલ્મ ‘લાસ્ટ ફિલ્મ શો’ને વધુ એક સફળતા મળી. તમને જાણીને આનંદ થશે કે આ ફિલ્મને 27માં સેટેલાઈટ એવોર્ડ્સમાં ઈન્ટરનેશનલ પ્રેસ એકેડેમી (IPA) ‘બેસ્ટ બ્રેકથ્રુ પરફોર્મન્સ’નો એવોર્ડ મળ્યો છે.

આ સાથે જ ભાવિન રબારી આ પ્રતિષ્ઠિત એવોર્ડ જીતનારો સૌથી નાની વયનો એક્ટર બની ગયો છે. આ એવોર્ડ જીતવાની સાથે જ ભાવિન રબારી એડવર્ડ નોર્ટન, નિકોલ કિડમેન, ચાર્લિઝ થેરોન, રસેલ ક્રો અને હેલ બેરી જેવા દિગ્ગજ એક્ટર્સ-એક્ટ્રેસની યાદીમાં સામેલ થઈ ગયો છે જેઓ આ એવોર્ડ જીતી ચૂક્યા છે.

લાસ્ટ ફિલ્મ શો 21 વર્ષમાં પ્રથમ એવી ભારતીય ફિલ્મ બની છે જે ઓસ્કરમાં બેસ્ટ ઈન્ટરનેશનલ ફિચર ફિલ્મ કેટેગરીમાં શોર્ટલિસ્ટ થઈ છે. પ્રતિષ્ઠિત એવોર્ડ જીત્યા બાદ ડિરેક્ટર પાન નલિને જણાવ્યું હતું કે, આ ફિલ્મ અને ભાવિનને જે પ્રેમ મળી રહ્યો છે તે અદ્દભુત છે. આ એવોર્ડ તેના માટે ઘણો જ ખાસ છે કેમ કે આ તેણે આટલી નાની વયે કરેલી આકરી મહેનતનું ઈનામ છે.
8
આ ફિલ્મના મુખ્ય કલાકાર 13 વર્ષીય ભાવિન રબારીએ જણાવ્યું હતું કે, આ ફિલ્મમાં કામ કરવાની તક આપવા બદલ હું પાન નલિન સર, સિદ્ધાર્થ સર અને ધીર ભાઈનો આભાર માનું છું અને મને ખુશી છે કે હું આ ફિલ્મનો ભાગ બની શક્યો. મને આશા છે કે અમે આવા વધુ એવોર્ડ્સ જીતીને દેશને ગૌરવ અપાવીશું અને ઓસ્કર પણ ઘરે લાવીશું. 95માં એકેડેમી એવોર્ડ્સ માટે શોર્ટલિસ્ટ થવામાં પ્રબળ દાવેદાર એવી લાસ્ટ ફિલ્મ શોને ટ્રિબેકા, બુસાન, મિલ વેલી, 66માં સિમિન્સિ અને અન્ય અન્ય પ્રતિષ્ઠિત ફિલ્મ ફેસ્ટિવલ્સ અને એવોર્ડ્સમાં સન્માન મળ્યું છે
