ભાવનગરનાં મહિલા સાથે થયો ચમત્કાર! ભગવાન માટે દર વર્ષે સાફા બનાવતા મહિલા સાથે જંગન્નાથજીનો ચમત્કાર થયો, એક વર્ષ પહેલાં ..
હાલમાં જગત ભરમાં જંગન્નાથની રથયાત્રાની તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે અનેક લોકો તન મન થી ભગવાનની અનેક પ્રકારની સેવાઓમાં જોડાયેલ હોય છે. કહેવાય છે ને કે તને ઈશ્વરની આસ્થાપૂર્વક ની સ્વાર્થભાવે સેવા કરો એટલે ભગવાન અવશ્ય તમારી સેવા કરે છે. ચાલો ત્યારે આજે અમે આપને એક એવો કિસ્સો જણાવીશું જે ખૂબ જ ચમત્કારી છે. ખરેખર આ ઘટના હદયસ્પર્શી છે.
શહ ભગવાન જગન્નાથજીની ૩૭ મી રથયાત્રા માટે અલગ અલગ પ્રકારના રંગબેરંગી કાપડમાં વિવિધ પ્રકારના ભરતકામ-ટીકી અને મોતીઓ દ્વારા સજાવટ કરી વાઘાઓ તેમજ સાફાઓ તેમના ખાસ કારીગર દ્વારા તૈયાર કરી આખરીઓપ આપવામાં આવી રહ્યો છે. ત્યારે ખાસ કરીને ભાવનગર શહેરમાં પણ રાજ્યની બીજા નંબરની ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાય છે.
ભગવાન જગન્નાથથી માટે સુશોભિત વાઘા અને સાફાઓ ખાસ રીતે તૈયાર કરવામાં આવી રહ્યા છે. જેમાં સાધુ પરિવારના હરજીવનદાસ દાણીધારિયા નામના કારીગર છેલ્લા ૨૫ વર્ષથી નિશ્વાર્થ ભાવે ભગવાન જગન્નાથજી, બલરામ અને સુભદ્રાજીના વાઘા તૈયાર કરે છે, વર્ષો વર્ષ તેઓ તેમાં વિવિધતા સાથે અલગ અલગ ભાતો મૂકી આ વાઘા તૈયાર કરે છે.
આ વાઘા તૈયાર કર્યા છે. આ વાઘા અંદાજીત રૂ. ૮ થી ૧૦ હજારની કિંમતમાં તૈયાર થાય છે. જેમાં ક્યારેક દાતાઓ તરફથી તો ક્યારેક રથયાત્રા સમિતિ દ્વારા મટીરીયલ આપવામાં આવે છે. જેને હરજીવનભાઈ ૧૫ દિવસમાં વિનામૂલ્યે તૈયાર કરી આપે છે અને પ્રભુના આ કામને લઈને ધન્યતા અનુભવે છે.
આ સાફાઓ એક નિવૃત મહિલા શિક્ષક પ્રફુલ્લાબેન રાઠોડ દ્વારા છેલ્લા ૧૮ વર્ષથી બનાવે છે, જેમાં ગોલ્ડન કાપડનો ઉપયોગ કરી તેમાં વિવિધ પ્રકારના આર્ટનો ઉપયોગ કરી આ સાફાઓ તૈયાર કરવામાં આવે છે. અંદાજીત ૨૦૦૦ રૂ. આજુબાજુ ના ખર્ચ સાથે નો એક સાફો એવા અલગ અલગ સાફાઓ તેઓ તૈયાર કરી રહ્યા છે. જયારે એક સાફો તૈયાર કરતા ૩ દિવસ લાગે છે. ખરેખર હવે એક એવી ચમત્કારી વાત જણાવીશું કે, તમારૂ હૈયું ખુશ થઈ જશે.
સાફા બનાવતી નિવૃત શિક્ષિકા મહિલાને ગત વર્ષે પેરાલીસીસ થઇ ગયું હતું, પરંતુ સારવાર બાદ ફરી સાજા થઇગયા જેથી તેમને ભગવાન જગન્નાથજીનો આભાર માની ગળગળા સ્વરે જણાવ્યું હતું કે હું આ સાફા નિસ્વાર્થ ભાવે બનાવું છું. જેની સેવાનું ફળ છે કે ભગવાને તેમને સાજી કરી ફરી સાફા બનાવવા પ્રેરિત કરી છે. જો કે તેઓને જ્યારે પેરાલિસિસનો એટેક આવ્યો ત્યારથી કોરોનાને કારણે રથયાત્રા બંધ જ હતી. બનાવ એવો બન્યો છે કે, જ્યારે રથયાત્રા નિકળી રહી છે ત્યારે તેઓ સંપુર્ણ સ્વસ્થ થઇ ચુક્યાં છે. આ અવસરે તેઓ ભાવપૂર્વક ભગવાનના સાફા બનાવી શકશે.