ભાવનગર ના અલંગ ખાતે 14 માળ નું અતિ ભવ્ય ક્રુઝ ભંગવા માટે આવ્યુ ! અંદર નો નજારો જોઈ દીલ ખુશ થઇ જશે…
આપણે સૌ જાણીએ છે કે, ગુજરાતના અલંગ ખાતે દેશ વિદેશો થી આલીશાન અને ઐતિહાસિક જહાજો ભંગાણ માટે આવે છે. ત્યારે હાલમાં જ જેન્ટિંગ હોંગ કોંગ જેન્ટિંગ ગ્રુપ વર્ષ 1990માં સ્ટાર પીસીસી ક્રૂઝ શિપ બનાવવામાં આવ્યું હતું. હાલમાં આ ક્રુઝ ગુજરાત ભંગાણ માટે આવ્યું છે. આ ક્રૂઝ મલેશિયાની કંપનીની માલિકીનું છે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, સ્ટાર પીસીસ ક્રૂઝ ભાવનગરના અલંગ દરિયા 2 કિલોમીટરના અંતરે બેન્કરેજ પર પહોંચી ગયુ છે.

કોરોનાના 2 વર્ષના સમયગાળા દરમિયાન અનેક ક્રૂઝ જહાજો ભાંગવા માટે મોકલવામાં આવ્યા છે કારણ કે જહાજ માલીકોને શિપ સાચવવા પણ આર્થિક ક્ષેત્રે પરવડી રહ્યા ન હતા.ખાસ વાત એ છે કે, અલંગ ખાતેના અંતિમ ખરીદનાર નક્કી થયા નથી. પરંતુ આગામી સપ્તાહમાં બધું ફાઇનલ થઇ જશે. અલંગ ખાતે અનેક આલીશાન અને કિંમતી જહાજો આવે છે, ત્યારે આ જહાજ ફાઈવ સ્ટાર હોટેલ થી પણ સો ગણી સુંદર છે.

આ ક્રૂઝ 14 માળનું છે, જે 177 મીટર લાંબુ, 30 મીટર પહોળુંછે, સ્ટાર પીસીસ ક્રૂઝ શિપમાં 1900 પેસેન્જરોનો સમાવશે થઈ શકે છે, અને 750 ક્રુ મેમ્બરો સામેલ થઈ શકે છે.તેમજ ખાસ વાત એ છે કે, 1900 ની ક્ષમતા ધરાવતું પેસેન્જરનું જહાજ સ્ટાર મીન મૂળરૂપે રેડરી એબી સ્લાઈટની બ્રાન્ડ વાઇકિંગ લાઇન માટે ક્રૂઝફેરી

“એમએસ કેલિપ્સો” તરીકે બનાવવામાં આવ્યું હતું.બોટના 12 ડેક છે. બાળકો, કિશોરો અને પુખ્ત વયના લોકો માટે સ્ટાર મીન લાઉન્જ, ક્લબ અને અન્ય મનોરંજન સ્થળોની સંપૂર્ણ સૂચિને અનુસરે છે.

સાથે સ્ટાર ક્લબ, સ્ટાર કેરેઓકે, હેલ્થ ક્લબ, ઓસ્કારનું બ્યુટી સલૂન, સ્ટાર બુટિક, મેક્સિમ્સ લાઉન્જ, પ્રીમિયમ ક્લબ, મનોરંજન લેન, પિયાનો બાર જેન્ટિંગ પેલેસ, જેન્ટિંગ ક્લબ સામેલ છે.આ ક્રૂઝની અંદર બારની સુવિધા પણ આપવામાં આવતી હતી,

આ શિપ તેના બારના લીધે જ આંતરરાષ્ટ્રિય ખ્યાતી મેળવી હતી.આ આધુનિક ક્રૂઝ હવે અલંગ ખાતે ભંગાણ થવા આવી પહોંચી છે, તેને જોવા દરિયાકાંઠે ભીડ એકઢી થઈ છે
