Gujarat

ભાવનગર ના ડોક્ટર સાથે જબરી ગેમ રમાઈ ગઈ ! અંગતપળનો વીડિયો બનાવી દોઢ કરોડ…

આજના સમયમાં હનીટ્રેપનાં બનાવો દિવસેને દિવસે વધી રહ્યા છે. આરોપીઓ યુવક અને યુવતીઓ સાથે અંગત પળ માણીને અથવા વિડીયો કોલ કરીને એ વીડિયો રેકોર્ડ કરી લઈ છે અને ત્યારબાદ પૈસા કઢાવવા માટે બ્લેકમેલ કરે છે. હાલમાં જ ભાવનગર શહેરમાં પણ આવો જ એક કિસ્સો બન્યો છે.વાત જાણે એમ છે કે, ભાવનગર ના ડોક્ટર સાથે જબરી ગેમ રમાઈ ગઈ ! અંગતપળનો વીડિયો બનાવી દોઢ કરોડની માંગ કરી.

આ ઘટનામાં જણાવ મળ્યું હતું કે, ડોક્ટરને અમદાવાદની યુવતીએ હની ટ્રેપમાં ફસાવી તેના મળતીયાઓ સાથે રહી દોઢ કરોડ માગ્યા હતા. આ કારણે ડોક્ટરે પોલીસમાં ફરિયાદ નોંધાવી આ અને આ કારણે બોરતળાવ પોલીસ એક મહિલા સહિત બેની ધરપકડ કરી હતી.આ ઘટનામાં જાણવા મળ્યું હતું જે, તા. 24 ઓગસ્ટના રોજ પીડિત વ્યક્તિએ ફરિયાદ નોંધાવી હતી કે, એક અજાણી મહિલાએ વોટ્સએપથી મિત્રતા કેળવી હતી અને યેનકેન પ્રકારે લલચાવી-ફોસલાવી રૂમમાં બોલાવ્યો હતો. ઠંડા પીણામાં નશાકારક પદાર્થ ભેળવીને કઢંગી હાલતમાં વીડિયો બનાવી લીધો હતો.

વીડિયો ઉતારીને ફરિયાદીને બ્લેઇકમેઇલ કરવામાં આવતા હતા. જૂદા-જૂદા ઇસમો દ્વારા ફોનથી તેમજ વોટ્સએપથી સપંર્ક કરીને વીડિયો વાઈરલ કરી દેવાની ધમકી આપી બે કરોડ રૂપિયાની માગણી કરી હતી અને પીડિત પાસે એટલા પૈસા ન હોવાથી છેલ્લે દોઢ કરોડ આપવાની વાત કરી હતી. જેથી ફરિયાદીએ પોલીસનો સંપર્ક કરી સમગ્ર હકિકત જણાવી હતી.પોલીસે તપાસ કરીને તાત્કાલિક જ મહિલા આરોપી કાજલબેન રાજેશભાઇ વાછાણી તથા વિજયભાઇ ભોપાભાઇ.

ભાવનગર વાળાને ગણતરીની કલાકોમાં પકડી પાડી કાયદેસર કાર્યવાહી હાથ ઘરી હતી.પકડાયેલા આરોપીઓના રીમાન્ડ મેળવીને આ ગુનાનો હેતુ તથા અન્ય આવા કેટલા કાંડ કરેલા છે, તેમજ આ ગુનમાં અન્ય કોણ કોણ આરોપીઓ સંડોવાયેલા છે. ભાવનગર જિલ્લાના સંકળાયેલા ત્રણ લોકોના નામ ખુલશે. તેમ એએસપી સફીન હસને જણાવ્યું હતું. આ ઘટના પરથી જાણવા મળે છે કે, ક્યારેય અજાણી વ્યક્તિને મળવા ન જવું અને મિત્રતા પણ ન કરવી જોઈએ કારણ કે સોશિયલ મીડિયા ગુન્હાઓનું ઘર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!