Viral video

ભાવનગર ના યુવાન આ તારીખે KBC ની હોટ સિટી પર જોવા મળશે ! પોતાના રમુજી અંદાજ થી અમિતાભ બચ્ચન ને પણ ખડખડાડ હસાવી દીધા…..જુઓ વિડીઓ

ફરી એકવાર ભારતના અનેક લોકો કરોડપતિ બનશે. આપણે સૌ કોઈ જાણીએ છે કે, દર વર્ષે કોણ બનેગા કરોડપતિની નવી સિઝન જ્યારે અમીતાબ બચ્ચન લઈને આવે છે, ત્યારે અનેક લોકોનું ભાગ્ય બદલાઈ જાય છે, ત્યારે હાલમાં જ એક પ્રોમો વાયરલ થઈ રહ્યો છે. આ યુવક આપણા ગુજરાતનું ગૌરવ વડધારશે. ચાલો ત્યારે જાણીએ કે, આખરે આ યુવક કોણ છે જે, અમીતાબ ની સામે બેસીને સવાલોના જવાબ આપશે.

હાલમાં જ્યાં જુઓ ત્યાં માત્ર આ યુવાનની ચર્ચાઓ થઈ રહી છે.ભાવનગરના આનંદનગર વિસ્તારના શ્રમજીવી સોસાયટીમાં રહેતા વિમલ કાંબડ નામના યુવાન એક મધ્યમ વર્ગ પરિવારમાંથી આવે છે, ત્યારે હવે તેના કિસ્મતના દરવાજા ખુલવા જઇ રહ્યા છે. યુવાને અમિતાભ બચ્ચન સામે હોટ સિટ પર બેસવાનું સ્વપ્ન જોયેલું અને તે આખરે તેની ધગશ અને સતત આ દિશાની મહેનતને લીધે સાકાર થયું છે, ત્યારે કહી શકાય કે આખરે બંધ આંખે જોયેલ સ્વપ્ન સાકાર થાય.

તમને જાણીને નવાઈ લાગશે કે, વિમલ કાંબડ ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટમાં વિજેતા થઇ ગયો છે, ત્યારે તે તા.16 અને તા.17 ઓગસ્ટે આ યુવાન બીગ બી સામે હોટ સીટ પર બેસીને સવાલોના જવાબ આપતો નજરે પડશે.યુવાન પોતાની બહેન શિવાનીને લઇને કેબીસીના એપિસોડમાં અમિતાભ બચ્ચનના સવાલોના જવાબ આપશે. આ માટેના અત્યારથી જે પ્રોમો દર્શાવવામાં આવે છે તેમાં એક સવાલના જવાબમાં વિમલ કહે છે કે, “હવે મારા લગ્ન ન થાય કે કોઇ ના પાડે તેવું શક્ય નથી. કારણ કે, આપ એટલે કે અમિતાભ બચ્ચને મારું માર્કેટીંગ ર્ક્યું છે.”

હોટ શીટ માટેની પસંદગીની પ્રક્રિયા પૂર્ણ પણે પારદર્શી હોય છે. જજવાબો ખરા હોય એટલે તમારી પસંદગી થાય છે. તે માટે ઓડિશન હોય છે.યુવાનનું ફાઇનલી કેબીસીમાં ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટમાં પણ વિજેતા થતા હોટ સિટ પર અમિતાભ બચ્ચન સામે બેસીને સવાલોના જવાબ આપવાનું સ્વપ્ન સાકાર થયું હતુ.હાલ કેબીસીની 14ની સિઝન ચાલે છે અને તેમાં 15 ઓગસ્ટથી અમારા એપિસોડનો આરંભ થશે. જેમાં ભાવનગરનો યુવાન હવે હોટ સિટ પર હશે.

આ ગૌરવપૂર્ણ ક્ષણ 16 અને તા.17 ઓગસ્ટે પ્રસારિત થવાનો છે. જો કે, તેમાં કેટલી રકમ જીત્યા તે તો જ્યાં સુધી એપિસોડ પ્રસારિત ન થાય તયાં સુધી સિક્રેટ રાખવાની શરત હોય છે. જાણીતા કલાકાર જીતુ જેકસનના મિત્ર નારણભાઈ વિમલના પિતા છે. વિમલ કાંબડનો પરિવાર સામાન્ય સ્થિતિનો છે અને તેના પરિવારજનો ખેતીવાડી સાથે સંકળાયેલા છે. પણ વિમલ નોકરી કરે છે, ત્યારે હવે જોવાનું રહ્યું કે, આખરે આયુવાને કેટલી રકમ જીતી છે? આ એપિસોડ જરૂર થી જોવો જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!