Gujarat

ભાવનગરમાં અનોખા લગ્ન યોજાયા! શિક્ષણમંત્રી જીતુભાઈએ કર્યું અનાથ દીકરીનું કન્યાદાન! કરીયાવારમાં આપ્યું અઢળક સોનુ…

આ જગતમાં કન્યાદાન એ સૌથી શ્રેષ્ઠ દાન છે, ખરેખર આ વાર સત્ય પણ છે. જીવનમાં આ અમૂલ્ય તક જે વ્યક્તિને મળી છે એને અવશ્ય લીધી છે. આજે આપણે વાત કરીશુ ભાવનગરમાં અનાથ આશ્રમ યોજાયેલ લગ્ન વિશે. હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, ભાવનગર શહેરના વિદ્યાનગર ખાતે આવેલ તાપીબાઈ વિકાસગૃહ માં અનાથ દીકરીઓના ધામધૂમ થી લગ્ન ઓહ

આ સંસ્થા અત્યાર સુધીમાં 125થી વધુ દીકરીઓના લગ્ન કરાવી ચુકી છે, ત્યારે હાલમાં જ આ સંસ્થા દ્વારા બે દીકરીઓના લગ્ન યોજાયેલ. તાપીબાઈ વિકાસ ગૃહની દીકરીના પાલક માતા-પિતા તરીકેની ફરજો પૂરી કરીને શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી અને તેમની ધર્મપત્ની સંગીતાબેન વાઘાણીએ અનાથ દીકરીના ભારે ધામધૂમથી લગ્ન કરાવ્યાં હતા. મંત્રી જીતુ વાઘાણી અને તેના મોટાભાઈ ડૉ.ગીરીશ વાઘાણીએ બંને દીકરીઓના પિતા હની કન્યા દાન કર્યુ હતું.

શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ તાપીબાઈ વિકાસ ગૃહની દીકરીના પાલક માતા-પિતા તરીકેની ફરજો પૂરી કરીને આજે તેને લગ્નની ઉંમર થતાં તેના ધામધૂમપૂર્વક લગ્ન કરાવી કન્યાદાન કર્યું હતું. આ સમાજ અનુકરણીય કાર્યમાં તેમના મોટાભાઈ પણ પાછળ રહ્યાં નથી. તેમના મોટાભાઈ એવાં ડો. ગીરીશભાઈ વાઘાણીએ પણ તાપીબાઇ વિકાસ ગૃહની અન્ય એક દીકરીનું માતા-પિતા તરીકેની ફરજ બજાવીને કન્યાદાન કર્યું હતું.

બંને ભાઈઓએ સમાજમાં એક આગવું અને અનોખું સાથે-સાથે અનુકરણીય પગલું ભરીને માનવતા સાથે સંવેદનશીલતાની એક અનોખી મિશાલ પ્રસ્તુત કરી હતી.વિદ્યાનગર ખાતે આવેલા વિશુદ્ધાનંદ સંસ્થા ખાતે યોજાયેલા લગ્ન માટે આખી સંસ્થાને શણગારવામાં આવી હતી. વાઘાણી પરિવારમાં એવો આનંદ હતો કે, જાણે પોતાની જ દિકરીઓના લગ્ન કરાવી રહ્યાં હોય. સમગ્ર વાઘાણી પરિવાર આ લગ્ન પ્રસંગમાં રંગેચંગે સામેલ થયો હતો.

બંને દીકરીઓને શુભકામના પાઠવતાં તેમણે કહ્યું કે, હવે પછી આ સંસ્થાની જે પણ દીકરીઓના લગ્ન થશે તે સુખી થાય, તેમના જીવનમાં વસંત ખીલી રહે. આ સંસ્થાની દીકરીઓ સમાજની દિકરીઓ બની રહે, સમાજના આશીર્વાદ તેમનાં પ્રત્યે વહેતા રહે તેવી અભ્યર્થના પણ તેમણે વ્યક્ત કરી હતી.જીતુ ભાઈ વાઘાણી એ બંને દિકરીઓને કન્યાદાનમાં અમૂલ્ય ભેટો અને સોંગાદ આપેલી હતી અને ખરેખર આ લગ્ન એવી જ રીતે ઉજવાયા હતા જાને તેમની બંને દીકરીઓ સગી જ હોય.

યોજાયેલાં લગ્ન સમારંભમાં જિલ્લા કલેકટર યોગેશ નિરગુડે, મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીના કુલપતિ એમ.એમ. ત્રિવેદી, જાણીતાં લોક સાહિત્યકાર માયાભાઈ આહિર, સંસ્થાના ગૃહમાતા સ્મિતાબેન, પ્રીતિબેન, ભાવનગરના પ્રતિષ્ઠિત નાગરિકો, અધિકારીઓ અને તાપીબાઇ વિકાસ ગૃહ સંસ્થાના ટ્રસ્ટીઓ જોડાયાં હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!