Gujarat

ફિલ્મી ઢબે ફાયરીંગ કરી યુવના ની હત્યા કરી દેવામા આવી…

હાલ જાણે અસામાજીક તત્વો ને જાણે પોલીસ નો ખોફ ના રહ્યો હોય તેમ રોજ ક્યાક ને ક્યાક અનિચ્છનીય ઘટના ઓ બની રહી છે ખાસ કરી ને મોટા શહેરો મા લુટ , બલાત્કાર અને હત્યા ના બનાવો સામે આવી રહ્યા છે ત્યારે ફરી એક હત્યા નો બનાવ ભાવનગર જીલ્લા ના તળાજા તાલુકા મા સામે આવ્યો છે જેમા બે અજાણ્યા શખ્શો એ પિતા અને પુત્ર પર ફિલ્મી ઢબે ફાયરીંગ કર્યુ હતુ જેમા પુત્ર નુ મોત થયુ હતુ.

ઘટના અંગે જાણવા મળેલ વિગતો અનુસાર ભાવનગર જીલ્લા ના તળાજા તાલુકા મા આ હત્યા નો બનાવ બન્યો હતો જેમા તળાજાના દેવલી ગામે રહેતા દેવીપૂજક પિતા-પુત્ર મુકેશભાઇ દેવાભાઇ વાઘેલા અને દેવાભાઇ બચુભાઇ વાઘેલા આજે કોઈ કામ માટે નીકળ્યા હતા ત્યારે કોઈ બે અજાણ્યા શક્યો એ પીછો કરી વેળાવદરથી શેત્રુંજી નદીના પુલ વચ્ચે નેશનલ હાઇવે પર પિતા પુત્ર ને પહેલા બાઈક પર થઈ નીચે પછાડી દીધા હતા.

બાદ મા અજાણ્યા શખ્સો એ પોતાના પાસે રહેલા હથિયાર થી ધડાધડ ફાયરીંગ કર્યુ હતુ જેમા પિતા પુત્ર એ જીવ બચાવવા માટે શેત્રુંજી નદી ના પટ બાજુ દોડ્યા હતા જ્યા હુમલાખોરો એ ફીલ્મ ઢબે પીછો કરી ને પિતા અને પુત્ર પર માથા ના ભાગે અને પગના ભાગે ગોળીઓ વરસાવી હતી બાદ મા નાસી છુટયા હતા. આ ઘટના મા પુત્ર મુકેશભાઇ નુ મોત થયુ હતુ જ્યારે પિતા દેવાભાઇ ને ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક તળાજા ની હોસ્પિટલ મા ખસેડવા મા આવ્યા હતા.

જ્યાર બાદ વધુ સારવાર માટે ભાવનગર ની સર્ટી હોસ્પિટલ મા ખસેડવામા આવ્યા હતા જ્યા મુકેશભાઇ નુ મોત થયુ હતુ જ્યારે દેવાભાઇ ની સારવાર ચાલી રહી છે. ઘટના ની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો જયારે સમગ્ર ઘટના ની સમગ્ર પથંક મા અરેરાટી મચી ગઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!