ભાવનગર મા વિચીત્ર અકસ્માત બે લોકો ના મોત થયા ! અકસ્માત જોવા ઉભેલા….
રાજ્ય મા રોજ અકસ્માતો ના અનેક બનાવો સામે આવી રહ્યા છે ત્યારે આપણી બેદરકારી ને લીધે પણ અકસ્માત થતો હોય છે ત્યારે આવો જ એક બેદરકારી ભર્યા કિસ્સા મા બાઈક સવારે પોતાનો જીવ ગુમાવ્યો છે અને અકસ્માત મા કુલ બે લોકો ના કરુણ મોત નીપજ્યાં છે.
ભાવનગર ના ભાવનગર – તળાજા હાઈ વે પર એક વિચીત્ર અકસ્માત મા બે લોકો ના જીવ ગયા હતા જેમા ત્રાપજ નજીક ઈક્કો કાર પલ્ટી મારી જતા એક યુવક નુ મોત થયુ હતુ જયારે અકસ્માત થતા લોકો ના ટોળા ઉમટી પડયા હતા ત્યારે એક બોલેરો પણ રોડ પર ઉભી હતી. ત્યારે બાઈક સવાર બોલેરો કાર ની પાછળ ઘુસી જતા તેનુ પણ કરુણ મોત નિપજ્યું હતુ
આ અકસ્માત ભાવનગર ના ત્રાપજ પાસે પેટ્રોલ પંપ પાસે થયો હતો જેમાં દેવલીના વતની હાલ ભાવનગર રહેતા રમેશભાઈ દાનાભાઈ બારૈયાનું મોત નિપજ્યુ હતું. આ કારમાં બેસેલા 6 વ્યક્તિઓને ઈજા થતા હોસ્પિટલ ખસેડ્યા હતા. જયારે અકસ્માત થયો ત્યારે ટ્રાફીક જામ થયુ હતુ અને તેના લીધે બોલેરો કાર પણ રોડ પર હતી ત્યારે બાઈક સવાર બોલેરો કાર ના પાછળ ભાગે ટકરાયો હતો. અને ગંભીર ઈજાઓ થતા ઘટના સ્થળે જ મોત થયુ હતુ.
આ યુવાન નુ નામ ઘનશ્યામભાઈ કિશોરભાઈ મકવાણા હોવાનું જાણવા મળ્યું છે. બનાવ અંગે પોલીસને જાણ કરાતા પોલીસ કાફળો ઘટનાસ્થળે દોડી આવેલ અને જરૂરી કાગળો તૈયાર કરી બંન્ને મૃતકોની લાશને તળાજા હોસ્પિટલ ખાતે પી.એમ. અર્થે ખસેડવામાં આવી હતી.