Gujarat

ભાવનગરના આ ચા વાળા નો ગીત ગાતા ગાયા ચા વેંચવાનો અંદાજ જોઈ ભલભલા લોકો ચા પીવા બેસી જાય છે , જુવો વિડીઓ

આજના સમયમાં દરેક લોકો નાનો મોટો બિઝનેસ કરે છે, ત્યારે આજે અમે આપને એક એવા વ્યક્તિ વાત કરીશું જે પોતાના બિઝનેસની સાથો સાથ લોકો ને પોતાની કળાનું પણ રસપાન કરાવે છે. ચાલો આજે અમે આપને વાત કરીએ ભાવનગર શહેરમાં એક એવા યુવાનની વાત કરીએ જે ચા નાં વ્યવસાય સાથે લોકો ને સંગીતનું રસપાન કરાવે છે.

આજના સમયમાં અનેક યુવાનો પોતાની આવડત દ્વારા નામ બનાવી રહ્યા છે, ત્યારે ઝારખંડનો પણ એક યુવાન ભાવનગરના માં પોતાની ભવિષ્યને ચમકાવવાની રાહમાં એક ચાની હોટલમાં કામ કરવાની સાથે પોતાના હુન્નરથી લોકોને પ્રભાવિત કરી રહ્યો છે. ચાલો અમે આપને આ યુવાન વિશે વધુ માહિતગાર કરીએ કે કંઈ રીતે આ યુવાન લોકો ને પોતાની તરફ આકર્ષિત કરી રહ્યો છે.

સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, ભાવનગરની નારી ચોકડી પર ચાની હોટલમાં સંજીવ સિન્હા નામનો એક યુવક ચા વેચીને લોકો સાથે ગીત ગાતા ગાતા લોકોનું મનોરંજન કરે છે.જેથી તેની કીટલી પર ચા પીવા માટે લોકોની લાઈનો લાગે છે. સંજીવકુમાર ભાવનગરમાં વર્ષો પહેલા ચા બનાવવા આવ્યો હતો. પરંતુ કોઈ કારણોસર તે તેના વતન પાછો ફર્યો હતો..વતનમાં તેનું મન ન લાગતા તે ચાર વર્ષ બાદ ફરી ભાવનગરમાં આવી ચા બનાવતો હતો.

સૌથી ખાસ વાત એ છે કે, ચા બનાવવાની સાથે તેને ગીત ગાવાનો શોખ પૂરો કરવા માટે 12 હજારમાં સાઉન્ડ સીસ્ટમ ખરીદ્યું હતું. આ શોખના કારણે હાલ સંજીવકુમારે સોશ્યિલ મીડિયામાં પણ ધૂમ મચાવી છે. તે લોકોને ગીતો ગાતા ગાતા ચાની ચૂસકી નો આંનદ મણાવે છે. ખરેખર આ ઘટના હાલમ લોકો માટે એક ખાસ પ્રેરણાદાયી રૂપી બની છે.આ વિડીયો હાલ સોશિયલ મિડીયા પર પોસ્ટ થતાની સાથે જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે અનેક લોકો અહીંયા ચા પીવાનો આનંદ માણી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!