ભાવનગરના યુવરાજે કેન્દ્રીય મંત્રીને ટ્વીટ કરી લખ્યુ “ભાજપના મંત્રીઓ આવે ત્યારે જ થાય છે રસ્તાનું સમારકામ..
ભાવનગરના રાજવી જયવીરરાજસિંહ ગોહીલ પોતાની પર્સનાલિટી અને પોતાના ઉદાર સ્વભાવ માટે હંમાશા જાણીતા છે. મહારાજા કૃષ્ણકુમારસિંહજી માટે ભાવેણા ના લોકો ને જે માન હતુ આજે તેવુ જ માન ભાવનગર ની જનતા તેમના વશંજ જયવીરરાજસિંહ ને આપે છે જ્યારે તેવો પણ ભાવનગર ના લોકો ને પડતી મુશ્કેલ ઓ માટે આવાજ ઉઠાવવા નુ અને નીરાકરણ લાવવા નો હર હંમેશા પ્રયાસ કરતા જોવા મળે છે ત્યારે હાલ આવી જ કાઈક બાબત બની છે.
ગુજરાત મા વિધાનસભા ની ચુંટણી નજીક આવતા ની સાથે જ અનેક રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં આવી પ્રચાર અને કામ ના ખાતમુહૂર્ત કરવા આવી રહ્યા છે ત્યારે હાલ બે દિવસ અગાઉ ભાવનગર આવેલા કેન્દ્રીય મંત્રી કિરણ રિજ્જુએ ટ્વીટ કરી અમદાવાદ-ભાવનગર હાઈવેના વખાણ કર્યા હતા. ત્યારે હવે આ રસ્તા મામલે ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહ ગોહીલે ટ્વીટ કરીને મંત્રીને રસ્તાની વાસ્તવિકતા જણાવી છે.
કેન્દ્રીય મંત્રી કિરણ રિજ્જુ અમદાવાદથી ભાવનગર બાયરોડ પહોંચ્યા હતા અને રોડ ના વખાણ કરી ને એક વિડીઓ પર પોસ્ટ કર્યો હતો ત્યારે આ મામલે જયવીરરાજસિંહ ગોહીલે ટ્વીટ લખ્યું છે કે, “રાષ્ટ્રીય ધોરીમાર્ગો સુધરી રહ્યા છે તેમાં કોઈ શંકા નથી. જો કે, શહેરની અંદરના ઘણા રસ્તાઓ એકદમ ખખડધજ હાલતમાં છે અને મોટાભાગે ભાજપના મંત્રીઓ જ્યારે આવે છે, ત્યારે જ તેનું સમારકામ કરવામાં આવે છે. અમે આશા રાખીએ છીએ કે તમે બધા અવારનવાર અમારી મુલાકાત લેશો જેથી રસ્તાઓ સુધરતા રહે.”
National highways are improving no doubt at all, however many roads within the city are an absolute disaster and mostly get repaired only when BJP ministers come. We hope to have you all visit us often so the roads keep improving 😏
— YUVRAJ BHAVNAGAR JAIVEERRAJ SINH GOHIL (@YSJRSG) October 7, 2022
આ પ્રથમ વખત નથી જયારે ભાવનગર ના યુવરાજે લોકો ને પડતી મુશ્કેલી ના પ્રશ્નો ને ઉઠાવ્યો હોય આ અગાવ પણ કરોના કાળ મા ભાવનગરની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને પડી રહેલી મુશ્કેલીને લઇ યુવરાજે રાજકીય પક્ષો, ઉદ્યોગપતિઓ અને અધિકારીઓને આડેહાથ લીધા હતા. તેમણે કહ્યું હતું “કે, અધિકારીઓ જવાબદારી ન નિભાવી શકે તો, રાજીનામું આપી દે. “