ભાવનગરની 14 વર્ષની સગીરા એ ગળાફાંસો ખાઈ જીવન ટુકાવ્યુ ! હાથમા જે લખેલુ હતુ એ જોઈ સૌ કોઈ
રાજ્યમા હાલના સમય મા સતત આત્મહત્યા ના બનાવો બની રહ્યા છે ત્યારે ખાસ કરી ને સુરત , અમદાવાદ જેવા મોટા શહેરો મા સતત આત્મહત્યા ના બનાવો બની રહ્યા છે ત્યારે વધુ એક બનાવ ભાવનગર મા બન્યો છે જેમા એક 14 વર્ષ ની કીશોરી એ પોતાના ઘરે ગળાફાંસો ખાઈ ને જીવન ટુકાવ્યું છે.
ઘટના અંગે જાણવા મળેલ વિગતો અનુસાર ભાવનગર શહેર મા બોરતળાવ ના કાઠા પાસે મફતનગર મા અનેક પરીવારો વસવાટ કરે છે. ત્યારે આ આંબેડકર ચોકમાં વિસ્તાર મા પરિવાર સાથે રહેતી 14 વર્ષ ની સગીરા એ પોતાના રુમ મા હુક સાથે ગળાફાંસો ખાઈ ને આત્મહત્યા કરી લીધી છે. આ ઘટના દરમ્યાન માતા પિતાઓ મજુરી કામ માટે ગયા હોય ત્યારે ઘરે અન્ય ભાઈ બહેનો બહાર રમી રહ્યા હતા ત્યારે ઘરે આવી ને દરવાજો ખવડાવવા સગીરા એ દરવાજો ખોલ્યો નહોતો.
આ દરમ્યાન મા ભાઈ બહેનો એ પાડોશી ને બોલાવતા દરવાજો અંદર થી બંધ હોવાથી દરવાજા તોડતા અંદર જોયુ કે સગીરા હુક સાથે દોરી બાંધીને ગળાફાંસો ખાધેલી હાલત મા હતી ત્યારે હાજર લોકો એ તાત્કાલીક નીચે ઉતારી ભાવનગર ની સર્ટી હોસ્પિટલ મા ખસેડી હતી પરંતુ તબબો સારવારની શુરુવાત કરે એ પહેલા જ 14 વર્ષ ની દીકરી એ અંતિમ શ્વાસ લીધા હતા.
આ ઘટના ની જાણ દિકરી ના માતા અને પરીવારજનોને થતા તાત્કાલીક હોસ્પિટલે દોડી આવ્યા હતા અને દિકરી નુ આવુ પગલુ ભરી લીધા ની જાણ થતા માતા દાદીનુ હૈયાફાટ રૂદન જોવા મળ્યુ હતુ. સગીરા ની આત્મહત્યા કરવાનુ ચોક્કસ કારણ હજુ સુધી જાણવા મળેલ નથી પરંતુ સગીરા ના હાથ મા પેન થી My life my rules લખેલુ હોવાથી આત્મ હત્યા નુ રહસ્ય વધારે ઘેરુ બન્યુ છે. આ અગાવ પણ સગીરા એ પોતાના હાથ મા બ્લેડ થી ચેકા મારેલા નીશાન પણ જોવા મળ્યા હતા.