IndiaSports

ભાવનગરના યુવરાજે ભારત પાકિસ્તાનની મેચને લઈને આપ્યું આ નિવેદન!! કહ્યું “દુશ્મન દેશ સાથે મનોરંજન માટે… જાણો પુરી વાત

હાલમાં ભારત પાકિસ્તાનની મેચ યોજવવાની છે, ત્યારે હાલમાં જ એક નિવેદન ખૂબ જ ચર્ચામાં આવી રહ્યું છે. આ નિવેદન કોઈ રાજનેતા કે સાધુ સંતો, મહતો એ નથી આપ્યું પરંતુ આ ચોંકાવનારૂ નિવેદન ભાવનગરના યુવરાજે આપ્યું છે. આ નિવેદનની સમાચાર પત્રો, ટીવીન્યુઝ તેમજ સોશિયલ મીડિયા પર ભારે ચર્ચાઓ થઇ રહી છે. ચાલો અમે આપને જણાવીએ કે આખરે ક્યાં કારણોસર ભાવનગરના યુવરાજ ચર્ચામાં આવ્યા છે.

ભાવનગરના યુવરાજ જયવીરાજસિંહે પોતાના નિવેદન દ્વારા રાષ્ટ્રભક્તિને ઉજાગર કરવા માટે અનુરોધ કર્યો છે. તેમણે કહ્યું કેકે હું મારા સાથી દેશના પુરુષો અને સ્ત્રીઓના દંભને સમજી શકતો નથી. જેઓ તેમની અનુકૂળતા મુજબ રાષ્ટ્રવાદની ધૂન પર નાચે છે અને ભૂમિના શહીદો તેમજ તેમના બલિદાનને ખૂબ જ સરળતાથી ભૂલી જાય છે.

એક તરફ લોકો કહે છે કે અમે આ ભૂમિ માટે અમારો જીવ આપીએ છીએ પરંતુ અમારા દુશ્મન પાકિસ્તાન સામે જે યુવાનોના લોહી અને સૈનિકોને ગમાવ્યા છે તે ભૂલી જાય છે. પોતાના અંગત અભિપ્રાયમાં કહ્યું કે દુશ્મન દેશ સાથે મનોરંજન માટે આવી મેચ યોજાવી ન જોઈએ.

ખરેખર તો પાકિસ્તાનીઓને આપણી માતૃભૂમિમાં પ્રવેશવાની મનાઈ હોવી જોઈએ.બીસીસીઆઈ દ્વારા મેચ યોજાઇ રહી છે ત્યારે શહીદોના પરિવારોને તેમના દ્વારા કયા મોઢે જવાબ આપી શકાશે? ખરેખર આ નિવેદનના પગેલે સોશિયલ મીડિયા પર ભારે ચર્ચાઓ થઈ રહી છે અને યુવરાજસિંહનું નિવેદન ચર્ચા વિચારનાનો મુદ્દો બન્યો છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!