Gujarat

મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને ધમકી: 11 દિવસની અંદર 1 કરોડ મોકલાવી દેજો, નહીં તો

સોસિયલ મીડીયા અવાર નવાર અનેક વીડીઓ વાયરલ થતા હોય છે ત્યારે હાલ જ એક એવો વીડીઓ વાયરલ થયો છે જેના લીધે ખળભળાટ મચી ગયો છે. જે વિડીઓ મા એક વ્યક્તિ ગુજરાત ના સી.એમ ભુપેન્દ્ર પટેલ ને ને ધમકી આપી રહ્યો છે અને એક કરોડ રુપીયા ની માંગણી પણ કરી રહ્યો છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ધમકી આપતા આ શખ્સ વિડીઓ મા બોલી રહ્યો છે કે હુ રામ કથાકાર બટુક મોરારી બોલી રહ્યો છુ. અને પોતે વાવ બનાસકાંઠા થી બોલી રહ્યો હોવાનુ પણ જણાવ્યું હતુ સામે પોતાનો મોબાઈલ નંબર પણ જણાવ્યો હતો. અને કીધું હતુ કે અગ્યાર દિવસ ની અંદર અના સાત સારીખ સુધી મા તારીખ સુધીમાં 1 કરોડ રૂપિયા મોકલાવી દેવાની ધમકી આપી છે. અને જો તેઓ 1 કરોડ નહિ મોકલાવો તો ગુજરાતમાં પટેલને રાજ નહીં કરવા દેવાની, તેમજ મુખ્યમંત્રીને અકસ્માતમાં માર્યા જશે તેવી ધમક અપાઈ છે.

આ ઉપરાંત વિડીઓ મા કીધું હત કે” ગાદીએ બેસાડ્યા એટલે 1 કરોડની દક્ષિણા પહોંચાડી દેજો, સમજ્યા 1 કરોડ… એક રૂપિયો ઓછો નહીં, આજે 25 તારીખ થઈ છે, એટલે 5મી તારીખ સુધીમાં.. ગમે તે માણસને મોકલીશ અને મને 1 કરોડ મોકલાવી દેજો. એટલે ગુજરાતની ગાદી પટેલોને રહેશે, નહીં તો દરરોદ ત્રણ મહિનાની અંદર ઉપાડીને ફેંકી દઈશ. બટુક મોરારી બાપૂ  બોલું છું. મહેશ ભગત….

આ ધમકી ને લઈ ને શખ્સ પર શુ કાર્યવાહી કરવામાં આવી છે તો માહીતી હાલ સામે આવી નથી અને શખ્સ જે મોબાઈલ નંબર બોલી રહયો હતો એ સ્વીચ ઓફ આવી રહ્યો છે. અને સોસિયલ મિડીઆ પર ચર્ચાઈ રહ્યુ છે કે શખ્સ એ નશા ની હાલત મા વિડીઓ બનાવેલો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!