Gujarat

યુપી-બીહાર જેવી ઘટના ગુજરાત મા બની ! પિતા અને તેના પુત્ર પર ફોર્ચ્યૂનર કાર ચડાવી દીધી જેમા પુત્ર નુ મોત થયું

આપણે ફિલ્મો મા અને વેબ સિરીઝ મા જોતા હોય એ છીએ જેમા ગુંડાઓ દ્વારા સામાન્ય માણસ ને રંજાડતા હોય છે અને માર મારતા હોય છે ત્યારે આવી જ એક ઘટના ગુજરાત રાજ્ય ના ભુજ ના લખપત તાલુકા મા બની હતી જેમા ખનીજ વિભાગ અને પોલીસને ફરિયાદ કરવાના મનદુ:ખે એક્ટિવા સવાર પિતા અને તેના દીકરા પર એક શખ્સ એ ફોર્ચ્યૂનર કાર ચડાવી દીધી જેમા પુત્ર નુ કરુણ મોત થયું હતું.

મૃતક

જો ઘટના અંગે વિગતવાર વાત કરવા મા આવે તો દિવ્ય ભાસ્કર ના એક એહવાલ મુજબ આ ઘટના લખતર તાલુકા ના મેઘપર ઓડીવાંઢ વચ્ચેના માર્ગ પર બની હતી જેમા પુત્ર નરેન્દ્રભાઇ રમેશભાઇ બડીયા (ઉ.23) અને તેના પિતા રમેશ ઉર્ફે રામજીભાઇ અરજણભાઇ બડીયા (ઉ.વ.44) એક્ટિવા લઈ ને સોમવારે સાંજે જઈ રહ્યા હતા ત્યારે એક શખ્સ એ ફોર્ચ્યુનર કાર ચડાવી દેવા પાછળથી ધડાકાભેર ટક્કર મારી હતી જેમા પિતા પુત્ર બન્ને ને ગંભીર ઈજાઓ પહોંચી હતી જ્યારે તેવો ને સારવાર માટે તાત્કાલિક ભુજની લેવા પટેલ હોસ્પિટલ મા ખબેડવામા આવ્યા હતા જેમા પુત્ર નરેન્દ્રભાઇનુ મોત થયુ હતુ જ્યારે રમેશભાઈ ની સારવાર ચાલી રહી છે.

આ ઘટના મા રમેશભાઈ બડીયા એ આરોપી નવલસિંહ કારૂભા જાડેજા રહે જુણાચાય વિરૂધ ફરિયાદ નોંધાવી હતી. જેમા ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદી રમેશભાઇ ખાણ ખનિજ વિભાગ અને પોલીસ તંત્રમાં અરજીઓ કરતા હોઇ જે બાબતનું આરોપીએ મનદુ:ખ રાખીને ફરિયાદીને મારી નાખવાના ઇરાદે ફરિયાદી અને તેમનો પુત્ર સોમવારે સાંજે સાડા છ વાગ્યાથી પોણા સાત વાગ્યાના અરસામાં મેઘપર અને ઓડીવાંઢ રોડ પર એક્ટિવાથી જઇ રહ્યા હતા. ત્યારે ફોર્ચ્યુનર કારથી આરોપી નવલસિંહએ આવીને ફરિયાદીની એક્ટિવાને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. જેમાં એક્ટિવા સવાર નરેન્દ્રભાઇ રમેશભાઇ બડીયા (ઉ.વ.23)નું સારવાર સારવાર દરમિયાન રાત્રીના નવ વાગ્યે મોત નીપજ્યું હતું.

આ ઘટના બાદ ભારે હોબાળો મચી ગયો હતો જેમા મૃતક ના પરીવારજનો અને સામાજીક આગેવાનો એ આરોપી ની ધરપકડ ના થાઈ ત્યા મૃતદેહ નહી સ્વીકારે અને અંતિમ સંસ્કાર નહી કરવા મા આવે તેવી ચીમકી આપી હતી જ્યારે બાદ પોલીસે તાત્કાલિક આરોપીની ધરપકડ કરી કરી લેતાં પરિવારજનોએ યુવનના મૃતદેહનો અંતિમ વિધિ માટે કબજો લીધો હતો.

રમેશભાઇ બડીયાની વાત કરવા મા આવે તો તેવો ગામ મા રાશન ની દુકાન ચલાવે છે અને જાગૃત નાગરિક તરીકે ગેર પ્રવૃતિઓને ઉજાગર કરવા જેતે તંત્રને અરજી કરીને ધ્યાન દોરતા હોવાનું સામે આવ્યું છે. જ્યારે તેમના પુત્ર ના નરેન્દ્રભાઇ રમેશભાઇ બડીયા ના દીવાળી બાદ લગ્ન હતા પરંતુ એ પહેલા જ આવી દુખદ ઘટના બનતા પરિવાર ની ખુશી દુખ મા ફેરવાઇ ગઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!