દુખ દુર કરવાના બહાને ભુવો પરીણીતા સાથે સબંધ બાંધતો ! આખરે અનૈતિક સંબંધો નો એવો કરુણ અંજામ આવ્યો કે…
ગાંધીનગરના કોલવડા ગામનાં ભૂવાએ તકલીફો દૂર કરવાના બહાને ગામની જ પરિણીતાને પ્રેમ જાળમાં ફસાવી ગળાફાંસો ખાઈ આપઘાત કરવા માટે મજબૂર કરવામાં આવી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આ ઘટના અંગે અમે આપને વિગતવાર માહિતી આપીએ કે, આખરે આ બનાવ કઇ રીતે બન્યો છે.
સૂત્ર દ્વારા જાણવા મળ્યું ગાંધીનગરના કોલવડા ગામની પરિણીતાના લગ્ન આજથી દસ વર્ષ અગાઉ થયાં હતાં. લગ્ન પછી દંપતી સેકટર – 23 નાં સરકારી મકાનમાં રહેતું હતું. બાદમાં સસરા નિવૃત થતા સેકટર – 26 ગ્રીનસિટી સોસાયટી ખાતે રહેવા ગયા હતા. આ લગ્ન જીવનથી તેઓને 11 વર્ષનો દિકરો પણ છે. ત્યારે કોલવડા ગામમાં રહેતાં ભૂવા પ્રવીણસિંહ ઠાકોર નામના ભૂવાના સંપર્કમાં પરિણીતા આવી હતી.
ઘરની બધી તકલીફો પૂરી કરવાના બહાને ભૂવાએ માતાજીની બાધાઓનાં નામે પરિણીતા સાથે ગાઢ સંબંધો બનાવી દીધા હતા. સમય જતાં બન્ને વચ્ચે અનૈતિક સંબંધો હોવાની જાણ પતિને થઈ ગઈ હતી. જેથી તે પત્નીને ઘણું સમજાવતો રહેતો પરંતુ ભૂવાની પ્રેમ જાળમાં ફસાયેલી પરિણીતા અવૈધ સંબંધોનો અંત લાવવા તૈયાર ન હતી.
કે પરિણીતાને ભૂવાએ મોબાઇલ ફોન પણ ભેટમાં આપ્યો હતો. જેનાં થકી બંને પતિની હાજરીમાં જ પત્ની પ્રેમાલાપ કરતી રહેતી હતી. સમાજમાં આબરૂ જવાની બીકે પતિ પાસે ચૂપ રહેવા સિવાય કોઈ રસ્તો ન હતો. ગત તા. 22 મી ડિસેમ્બર 2022 ના રોજ બપોરના સમયે પરિણીતા ભૂવાને મળવા ગઈ હતી. અને તેનો દીકરો ટયુશન ગયો હતો. આ દરમ્યાન પતિ મસાલો ખાવા ઘરની બહાર નિકળ્યો હતો.
ત્યારે ચારેક વાગ્યાના અરસામાં ભૂવાએ ફોન કરીને પતિને કહ્યું હતું કે, તારી પત્ની મારી સાથે રહેવાની જીદ કરે છે. મેં સમજાવી પણ માનતી નથી. તું જલ્દી ઘરે જા એ ગળાફાંસો ખાઈ લેશે. આ સાંભળીને પતિ દોડતો ઘરે ગયો હતો. ઘરે ગયો તો રૂમમાં જોતાં પત્ની પંખાએ દુપટ્ટા વડે ફાંસો ખાઇને લટકી ગઈ હતી.
એ દરમિયાન ભૂવો પણ દોડી આવ્યો હતો. અને લાશને નીચે ઉતારવામાં આવી હતી. ત્યારે મોકો જોઈને ગિફ્ટમાં આપેલો મોબાઇલ લઈને ભૂવો જતો રહ્યો હતો અને ભૂગર્ભમાં ઉતરી ગયો હતો.આ બનાવની જાણ થતાં પોલીસ પણ સ્થળ પર પહોંચી ગઈ હતી. જો કે એ સમયે પોલીસ ચોપડે ફરિયાદ દાખલ થઇ ન હતી.