ફિલ્મ જગતમાં પડી મોટી ખોટ! ફિલ્મોમાં વિલનનું પાત્ર ભજવીને ફેમસ થનાર અભિનેતાનું થયું અચાનક જ મોત, મોતનું કારણ જાણીને ચોંકી જશો
હાલમાં જ ફિલ્મ જગતમાં ખૂબ જ મોટી ખોટ પડી છે, કોઈ કલ્પના પણ ન કરી શકે તેવી દુઃખદ ઘટના બની છે. ચાલો અમે આપને વિગતવાર માહિતી આપીએ કે, આખરે આ શું બનાવ બન્યો છે કે ફિલ્મ જગતમાં દુઃખદ માહોલ છવાઇ ગયો. પ્રાપ્ત થયેલ માહિતી અનુસાર સાઉથ એક્ટર ડેનિયલ બાલાજીનું નિધન થયું છે. અભિનેતાનું 29 એપ્રિલ, શુક્રવારના રોજ હૃદયરોગના હુમલાથી અવસાન થયું હતું. 48 વર્ષની વયે તેમણે આ દુનિયાને અલવિદા કહી દીધું છે.
શુક્રવારે તેમને છાતીમાં દુખાવાની ફરિયાદ સાથે ચેન્નાઈના કોટિવાકમની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. તેમના નિધનના સમાચારથી સાઉથ ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. ડેનિયલ બાલાજીના પાર્થિવ દેહને અંતિમ સંસ્કાર માટે પુરસાઈવલકમ સ્થિત તેમના નિવાસસ્થાને લઈ જવામાં આવ્યા છે.
અચાનક જ બાલાજીના મૃત્યુના સમાચાર સામે આવતા જ તેમના ચાહકો અને તમિલ સિનેમાના લોકો માટે એક મોટો આઘાત સમાન છે. આજે ઉદ્યોગ જગતના લોકો તેમને શ્રદ્ધાંજલિ આપવા તેમના નિવાસસ્થાને પહોંચી શકે છે. ડેનિયલ સાઉથ સિનેમાનું જાણીતું નામ હતું. ખલનાયકના રોલમાં તેમનું પાત્ર ખૂબ જ પસંદ કરવામાં આવ્યું હતું. ડેનિયલની કારકિર્દીની શરૂઆત ‘મરુધુનયાગમ’થી થઈ હતી.
આ ફિલ્મમાં તેણે યુનિટ પ્રોડક્શન મેનેજર તરીકે કામ કર્યું હતું. બહુ ઓછા લોકો જાણે છે કે તેણે ‘ચિઠ્ઠી’ નામની ટીવી સીરિયલમાં ડેનિયલનું પાત્ર ભજવ્યું હતું, જેના પછી તેને સ્ક્રીન નામ ડેનિયલ બાલાજી મળ્યું અને લોકોના દિલમાં એક જગ્યા બનાવી છે જે તેમના ગયા પછી પણ સૌના દિલોમાં જીવંત રહેશે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.