Gujarat

વીજશોકના લીધે ત્રણ વ્યક્તિઓનો જીવ ગયો, બોર્ડ લગાવવા ચડ્યા હતાને કાળ ભરખી ગયો…

ક્યારેક કોઈ ઘટના લાપરવાહી ને લીધે બનતી હોય છે, જ્યારે કોઈક ઘટના આકસ્મિક બનતી હોય છે. ત્યારે હાલમાં જ એક ખુબ જ દુઃખદ ઘટના બની જેમાં ત્રણ કર્મચારીઓનું વીજ શોકને કારણે મુત્યુ થયું, આ ઘટનાને લીધે પરિવારજનોમાં શોકની લાગણીઓ છવાઈ ગઈ છે. આપણે જાણીએ છે કે, જાહેરાતના બોર્ડ લગાવતાં કર્મચારીઓ અનેક જોખમો સાથે કામ કરતા હોય છે,ત્યારે હાલમાં જ એક એવી ઘટના ઘટી ગઈ જેના લીધે ત્રણ જીવ જોખમમાં મુકાઈ ગયા.

ખરેખર આ ઘટનાને લીધે પરિવારજનો માળો વિખરાઈ ગયો.સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે. વેરાવળમાં આજે એક ડાઈનીંગ હોલની અગાસી પર બોર્ડ ચડાવતી સમયે આ અકસ્માત સર્જાતા હતો જેમાં ત્રણ કર્મચારીઓના ઘટનાસ્થળ પર જ મોત નિપજ્યા હતા.મળતી માહિતી મુજબ જાણવા મળ્યું છે કે,અગાસી પર બોર્ડ ચડાવતી વેળાએ બોર્ડ નજીકમાંથી પસાર થતી 11 કેવી વીજલાઈનને અડી જતા ત્રણેય કર્મચારીને જોરદાર વીજશોક લાગતા ઘટનાસ્થળે જ જીવ ગુમાવ્યો હતો.

આ ઘટનાની જાણ થતા વીજ વિભાગ પોલીસ પોહચી હતી અને તપાસ શરૂ કરી હતી. વિસ્તુત જાણીએ તો વેરાવળના એસટી રોડ પર મર્કેન્ટાઈલ બેંકની બાજુમાં આવેલા સ્વાગત ડાઈનીંગ હોલના સાઈન બોર્ડના રિપેરીંગ કામ માટે ત્રણ કર્મચારીઓ બોર્ડ ઉતારી અગાસી પર ચડાવી રહ્યા હતા. ડાઈનીંગ હોલની નજીકથી જ 11 કેવીની હેવી વીજલાઈન પસાર થઈ રહી હતી. પરંતુ, તે બાબતથી કર્મચારીઓ કોઈ રીતે અજાણ રહી જતા બોર્ડ ચડાવતી વેળાએ બોર્ડ ચાલુ વીજલાઈનને અડી ગયું હતું. જેના કારણે બોર્ડમાં વીજકરંટ ફેલાઈ જતા ત્રણેય કર્મચારીઓને વીજશોક લાગતા ઘટનાસ્થળ પર જ મોત નિપજ્યા હતા.

તમને જાણીને આશ્ચય થશે કે, આ શોટ એટલો ભંયકર હતો કે, અગાસીમાં લગાવેલા એસીના કમ્પ્રેસરમાં ચોટી ગયો હતો. જેના કારણે એસીમાં કરંટ પસાર થતા એસી પણ બળી ગયું હતું. આ ઘટનામાં હોટેલના સાળા સહિત ત્રણના મોત થયા અને પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી ત્યારે હવે એ પ્રશ્ન જરૂર થયા કે આ ઘટના પાછળ કોણ જવાબદાર ઠેરવવા જોઈએ. જીવનમાં ક્યારેક નાનામાં નાની ભૂલ અથવા બેજવાબદારીના લીધે આ ઘટના બની.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!