Gujarat

અમદાવાદ : 38 ગુનામાં સંડોવાયેલ ખુખાર ગેંગસ્ટર “બીકા” ને ફિલ્મી સ્ટાઈલ મા ઝડપી લીધો !

હાલમાં જ ગુજરાત પોલીસ દ્વારા સરહાનીય કામગીરી કરી બતાવી છે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે,38 ગુનામાં સંડોવાયેલ ખુખાર ગેંગસ્ટર “બીકા” ને ફિલ્મી સ્ટાઈલ મા ઝડપી લીધો ! ચાલો અમે આપને આ ઘટના અંગે વધુ વિગતવાર જણાવીએ કે આખરે કઇ રીતે પોલીસે આ આરોપી ને પકડી પાડ્યો. ખરેખર આ કામગીરીના લીધે ગુજરાત પોલીસ ને મોટી સફળતા મળી છે.

સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, તા. 8 જુલાઈના રોજ ગુજરાત પોલીસે રાજસ્થાનના ગેંગસ્ટર અરિવિન્દ બીકાને પકડવા ટીમ બનાવી હતી. તેમજ 17 જૂન, 2018ના રોજ સાંજે તત્કાલીન પીઆઈ રાજેશ સુવેરા અને જે.એન.ચાવડાની આગેવાની હેઠળની ક્રાઈમ બ્રાંચની ટીમે શહેરની ભાગોળે કઠવાડા વિસ્તારમાં આવેલા નીલકંઠ એપાર્ટમેન્ટમાં છૂપાયેલી ટોળકીને ઘેરી લેતા બીકા અને તેની ટોળકીએ ફાયરિંગ કર્યું હતું.

પોલીસને જાણ હતી કે તેમની ટોળકી ફાયરિંગ કરી શકે છે. તેથી પોલીસની ટીમ સતર્ક રહી હતી અને ટોળકી અડચણ પેદા કરે તે પહેલાં જ તેને પકડી લીધો હતો. ડીએસપી ચાવડાએ વધુમાં જણાવ્યું હતું કે, તેના શર્ટની નીચે છુપાવેલી એક પિસ્તોલ અને તેની બેગમાં પિસ્તોલ અને દેશી બનાવટની રિવોલ્વર મળી આવી હતી.

બીકા – જે રાજસ્થાન, ગુજરાત અને કર્ણાટકમાં હત્યા, હત્યાના પ્રયાસ, અપહરણ, ખંડણી, પોલીસ પર ફાયરિંગના 38થી વધુ કેસોમાં સંડોવાયેલી ગેંગમાં લગભગ 25 જેટલા સક્રિય ગુંડાઓની ટોળકી ધરાવે છે, તેની ગેંગના સભ્યો અમદાવાદમાં છે. બાદમાં બીકાને બનાસકાંઠા પોલીસે પકડીને પાલનપુર જેલમાં બંધ કરી દીધો હતો.

જોકે, લગભગ ત્રણ મહિના પહેલા કોર્ટમાં લઈ જતાં તે નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. બીકા એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા ગેંગસ્ટર આનંદ પાલ સિંહનો બદલો લેવા માંગતો હતો. રાજસ્થાનનો સૌથી ખૂંખાર ગેંગસ્ટર સિંઘ 24 જૂન, 2017ના રોજ રાજ્ય પોલીસની એસઓજી સાથે મધરાતે થયેલા એન્કાઉન્ટરમાં ઠાર મારવામાં આવ્યો હતો. તેને ઝડપવા માટે એક વર્ષનો સમય લાગ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!