ઇલેક્ટ્રિક બાઇક હોય તો ચેતી જજો! બાઇક ચાર્જ કરતી વખતે એવી ઘટના બની કે, આગની ઝપેટમાં 6 લોકોનું મોત…
હાલમાં ભારત ભરમાં ઇલેક્ટ્રિક વાહનોનો ક્રેઝ વધ્યો છે પણ એક વાત એ પણ સાચી છે કે, ઇલેક્ટ્રિક વાહનમાં ગમે ત્યારે ધમાકો થઈ શકે છે. આપણે જાણીએ છે કે, અનેક વખત ઇલેક્ટ્રિક બાઇકમાં આગ લાગવાની ઘટના સામેં આવી છે.એક ઇલેક્ટ્રિક બાઇકનાં લિધે 6 લોકોના જીવ ગયા છે. આ ઘટના અંગે વધુ વિગતવાર માહિતી જાણીએ તો સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, તેલંગાનાની રાજધાની હૈદરાબાદની નજીક આવેલા સિકંદરબાદમાં ઈલેક્ટ્રિક બાઈકના શોરૂમમાં આગ લાગી હતી
આ ઘટના દરમિયાન ફાયર બ્રિગેડની બે ગાડીઓએ આગને કાબુમાં લઈ લીધી છે. મોડી રાતે થયેલી આ ઘટનામાં 6 લોકોના મૃત્યુ થયા છે. બાકીના લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે..આ બનાવ અંગે જાણવા મળ્યું છે કે, શોર્ટ સર્કિટના કારણે સિકંદરાબાદમાં પાસપોર્ટ ઓફિસની પાસે ઈલેક્ટ્રિક બાઈકના શોરૂમમાં આગ લાગી છે. શોરૂમની ઉપર લોજ છે, જેમાં ઘણા લોકો ફંસાયા હતા.
આ ઘટનામાં સૌથી ચોંકાવનારી વાત સામે આવી હતી કે, કસ્ટમરે તેની ઈ-બાઈકની બેટરીને ચાર્જિંગ માટે મુકી હતી. એટલામાં જ થોડીવાર જ આગ લાગી ગઈ હતી. ધીરે-ધીરે આખા શોરૂમમાં આગ લાગી ગઈ હતી. આ ઘટનામાં 5 નવા ઈલેક્ટ્રિક સ્કુટર અને સર્વિસિંગ માટે આવેલા 12 જૂના ઈલેકટ્રિક સ્કુટર સળગી ગયા હતા.
આગ લાગ્યા પછી શોરૂમમાંથી ધુમાડો નીકળવા લાગ્યો હતો. જેને જોઈને લોકો ગભરાઈ ગયા હતા. આ ઘટના પછી વિસ્તારમાં લોકો મોટા પ્રમાણમાં ટોળે વળ્યા હતા. તેના પગલે ટ્રાફિક જામ થઈ ગયો હતો.કે તમિલનાડુની આ ઘટનામાં કોઈ માણસને નુકસાન થયું નહોતું. સ્થાનિક લોકોની મદદથી આગ પર નિયંત્રણ મેળવી લેવામાં આવ્યું હતું. જોકે તે પહેલા જ શોરૂમ સળગીને રાખ થઈ ગયો હતો અને 6 લોકો એ પોતાનો જીવ ગુમાવ્યો હતો…