Gujarat

પટેલ યુવકે ભંગાર માથી એવી ઈલેકટ્રીક બાઈક બનાવી કે 8 પૈસા ખર્ચે એક કિલો મીટર ચાલશે અન્ય ખાસિયતો જાણશો તો

કહેવાય છે ને કે જરૂરિયાત જ આવિષ્કાર ની જનની છે આ આવ એક વડોદરા ના યુવકે સાચી સાબીત કરી બતાવી છે. જેણે એક ભંગાર માથી લીધેલી બાઈક મા બેટરી ફીટ કરી ને નવી અને સસ્તી બનાવી દીધી છે તો આવો જાણીએ આ કઈ રીતે શક્ય બન્યુ છે.

આપણા સૌ જાણીએ છીએ કે તાજેતર મા પેટ્રોલ અને ડિઝલ અને સાથે સી.એન.જી ના ભાવ મા પણ વધારો થતા લોકો ઈ બાઈક તરફ વળ્યા છે ત્યારે લોકો એ ઈલેકટ્રીક બાઈક લેવાનું વિચારી રહ્યા છે ત્યારે વડોદરા ના એક યુવકે એક પેટ્રોલ બાઈક ને ઈલેકટ્રીક બાઈક મા ફેરવી નાખી છે. વડોદરા ના મીથીલેશ પટેલ કે જે વડોદરા શહેરમાં ડિપ્લોમાં સિવિલ એન્જિયરિંગમાંથી ડ્રોપ આઉટ થયેલા છે જેણે 26 કલાકમાં જ 80 હજાર રૂપિયાના ખર્ચે ઇલેક્ટ્રિક બાઇક બનાવી છે.

મીથીલેશ ને બાઈક બનાવવા નો વિચાર એ માટે આવ્યો કારણ કે કેન્દ્ર સરકાર દ્વારા સ્ક્રેપ પોલીસ લાવી રહી છે અને પેટ્રોલ અને ડીઝલ ના ભાવ પણ વધી રહ્યા છે આથી યુવકે ભંગાર માથી એક બાઈક ની ખરીદી કરી અને તેમાથી પેટ્રોલ એન્જીન કાઢી તેમાં સેલ્ફ રિજનરેટિવ ઈલેક્ટ્રિક સિસ્ટમ કાર્યરત કરી હતી અને ઇલેક્ટ્રીક બાઇક તૈયાર કરી છે.

આ બાઈક ની ખાસીયત ની વાત કરવામા આવે તો બાઈક રીવર્સ પણ ચાલે છે અને બાઈક ની બેટરી ઓટોમેટીક ચાર્જ પણ થાય છે જેથી બાઈક માત્ર 8 પૈસા મા એક કીલો મીટર ચાલે છે. બાઈક નો સ્પીડ 76KM/HR થય શકે છે અને બાઈકમાં સેન્ટ્રલ લોકીંગ એન્ટીથીફ સિસ્ટમ, ઇલેકટ્રીક વિહિલમાં V8 એન્જિન અવાજ, GPS અને ટ્રેક ટેલિમેટ્રી સિસ્ટમ મૂકવામાં આવી છે. મીથીલેશ ને આ બાઈક બનાવવા મા 26 કલાંક નો સમય લાગ્યો અને અને 80 હજાર નો ખર્ચ થયો છે.

મીથીલેશ Divyabhaskar ના માધ્યમ થી જણાવ્યું હતુ કે “મેં તૈયાર કરેલી ઇલેક્ટ્રિક બાઇક રિજનરેટિવ બ્રેક સિસ્ટમથી જાતે ચાર્જ થયા કરે છે. જેથી બાઇકની એવરેજ વધી જાય છે. મારી પાસે આ પ્રકારની 20 જેટલી પેટન્ટ છે. હું ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ હોલ્ડર પણ છું. આગામી દિવસોમાં 100 જેટલી પેટન્ટ રજીસ્ટર્ડ કરવાનું મારૂ લક્ષ્ય છે.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!