બર્થ ડે પાર્ટી ઊજવવા જઈ રહેલા મિત્રો ને કાળ આંબી ગયો ! એક નુ ઘટના સ્થળે જ મોત જ્યારે એક નુ…
વ્યક્તિ જ્યારે જન્મે છે, ત્યારે અનેક સંબંધો તેને જન્મની સાથે જ મળે છે પરંતુ મિત્રતાનો સંબંધ એવો છે જે, જે વ્યક્તિ પોતે જાતે જ નક્કી કરે છે. જીવનમાં મિત્રો વિના જીવન સાવ ફિક્કું છે. જીવન ને મોજ થી ભરેલું મિત્રો જ બનાવે છે. હાલમાં જ એક સાથે ત્રણ મિત્રો સાથે ખૂબ જ ભયંકર ઘટના બની જેના લીધે બે મિત્રોએ પોતાનો જીવ ગુમાવ્યો.અમે આપને આ ઘટના વિશે સંપૂર્ણ વાત વિગત જણાવીએ કે આખરે એવી તે શું ઘટના ઘટી હતી.
હાલમાં જ સૂત્રો દ્વારા જાણવા મળ્યું કે,દહેગામ નરોડા હાઇવે રોડ વડોદરા પાટિયા પાસે ગઈકાલે રાત્રિના સમયે બર્થડે પાર્ટી ઊજવવા માટે ત્રણ મિત્ર એક્ટિવા પર જઈ રહ્યા હતા. ત્યારે પાછળથી ડમ્પરના ચાલકે એક્ટિવાને ટક્કર મારતાં એક મિત્રનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું, જ્યારે જેનો બર્થ ડે હતો તે મિત્રનું ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. એક ત્રીજો મિત્ર હાલમાં સારવાર માં છે. ઈશ્વરને પ્રાર્થના કરીએ કે તે જલ્દી થી સ્વસ્થ થઇ જાય.
આ ઘટનાને લીધે પરિવારમાં આભ ફાટી પડ્યું કારણ કે બંને પરિવારમા એક નો એક દીકરો ગુમાવી દીધો. ત્યારે એનાથી મોટું દૂખ કયું હોઈ શકે? વિચાર કરો જે દિવસે જન્મદિવસ હતો અને એ જન્મ દિવસને યાદગાર બનાવવા બહાર જઇ રહ્યા હતા એમની સાથે જ આવી દુઃખ ઘટના બની અને જેના પગલે પરિવાર શોકમગ્ન બની ગયું. હાલમાં જન્મદિવસની ઉજવણી મોજ મસ્તી વાડી થઈ ગઈ જેમાં ગાડીઓ કેક કાપવી અને ફાટકડા ફોડવા એ પણ હાઈ-વે પર. ત્યારે આ ઘટના ક્યારેક દુઃખ બની શકે છે.
વિગતવાર મળેલ માહિતી મુજબગાંધીનગર જિલ્લાના દહેગામની અમીન વાડોમાં રહેતા 23 વર્ષીય મયૂર સુધીરભાઈ ઠાકોરે નોંધાવેલી ફરિયાદ મુજબ ગઈકાલે 8 ડિસેમ્બરના રોજ તેના મિત્ર મયૂર મોહનભાઈ લાખાણીનો જન્મદિવસ હોવાથી રાત્રિના સમયે તેના બીજા મિત્ર નીલ ગૌતમભાઈ અમીન એમ ત્રણેય મિત્ર એક્ટિવા પર અમદાવાદ જવા માટે નીકળ્યા હતા.અકસ્માત થતાં જ ત્રણેય મિત્રો એક્ટિવા પરથી ઊછળીને જમીન પર પટકાયા હતા અને જેમાં બે મિત્રો જીવ ગુમાવ્યો અને હવે ત્રીજો મિત્ર હોસ્પિટલમાં સારવારમાં છે. આ કેસની તપાસ પોલીસ દ્વારા ચાલુ છે.