Gujarat

સુરતના માલધારીએ નવી કાર આવી જાય એટલી કીંમતે ભેંસ ખરીદી ! ભેંસ ની ખાસીયત જાણશો તો…

સુરતના માલધારીએ નવી કાર આવી જાય એટલી કીંમતે ભેંસ ખરીદી ! ભેંસ ની ખાસીયત જાણશો તો…આ જગતમાં દરેક જીવ અને વસ્તુઓ ને ભગવાને અમૂલ્ય બનાવી છે. જે વસ્તુઓનું મૂલ્ય તમે સમજી શકો તેના કરતાંય વધુ હોય છે. આજે આપણે એક એવી ભેંસ વિશે વાત કરવાની છે જેનો કિંમત લાખો રૂપિયાની છે અને આ ભેંસની ખરીદી હાલમાં જ સુરત શહેરનાં એક પરિવારે કરી. ગીર એ માલધારી અને સિંહ નાં લીધે ઓળખાય છે. આ વાત તો સો ટકા સાચી છે, એમા પણ ગિરની ગાયો અને ભેંસતો માલધારીઓનું અમૂલ્ય ખજાનો સમાન છે. આજે અમે આપને કચ્છની ભેંસની વાત જણાવીશું.

આજે આપણે એ માલધારીનાં પશુધન વિશે વાત કરીશું જેને ખરીદવા માટે લોકો લાખો રૂપિયા ખર્ચી નાંખે છે. હાલમાં જ
કચ્છના ભુજના કુનરીયા ગામના એક પશુપાલકની ભેંસ પાંચ લાખ 11 હજાર માં વેચાઈ ગઇ અને સુરતના માલધારીએ આ ભેંસ ખરીદી છે.5.11 લાખની કિંમત ઉપજી હોય તેવો આ પહેલો દાખલો છે. ટૂંકુ મોઢું, લાંબી ગરદન, ટૂંકી પૂંછડી આ જાતવાન કુંઢીની ખાસિયત છે, રોજ બે ટાઈમ 23 લિટર દૂધ આપે છે. ખરેખર આ ભેંસ ભલે ગીર કાંઠા ની ન હોય પરંતુ કચ્છની આ ભેંસ ખૂબ જ ખાસિયત છે.

ભુજના કુનરીયાના આહીર પશુપાલક ભરતભાઈ લખમણ ડાંગરની લાડકી ‘ધાલુ’ નામની વેચી અને આ ભેંસ ની દલાલી કરનાર વ્યક્તિ કહ્યું કે, હું 1998થી ભેંસોની દલાલી કરું છું પણ 5.11 લાખની કિંમત વેચાઈ પહેલીવાર બન્યું. ભેંસ વેચનારાં ભરતભાઈએ જણાવ્યું કે, ‘તેમની ભેંસ અસ્સલ કુંઢી ઓલાદની છે. બંને શિંગ ગોળ વળેલી છે. માપના આંચળ, ટૂંકુ મોઢું, લાંબી ગરદન, ટૂંકી પૂંછડી આ જાતવાન કુંઢીની ખાસિયત છે. દોહવા બેસો તો પગ જાણે થાંભલા હોય તેમ જ્યાં સુધી દોહી ના લેવાય ત્યાં સુધી પગ ઊંચા કરતી નથી.

ધાલુને 5.11 લાખમાં ખરીદવા પાછળનું રહસ્ય જણાવતાં તેમણે જણાવ્યું કે, ‘ભેંસ-ભેંસમાં ફરક છે. ધાલુ અસ્સલ કુંઢી નસ્લની જાતવાન ભેંસ છે. ધાલુ સાત વર્ષની છે. આવી જાતવાન ભેંસ ભાગ્યે જ જોવા મળે છે. જેને ‘સિંધણ’ભેંસ કહે છે. ઈન્ડિયન કાઉન્સિલ ઑફ એગ્રિકલ્ચરલ રીસર્ચની ઈન્ડિયન બ્રીડ રજિસ્ટ્રેશન કમિટીએ 2010માં બન્નીની કુંઢી ભેંસને દેશની અલગ ઓલાદ તરીકે માન્યતા આપી હતી. અન્ય ભેંસોની તુલનાએ કુંઢીની ખાસિયત છે કે તે રોજ સરેરાશ 12થી 18 લિટર દૂધ આપે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!