કરુણ દાયક ઘટના! દીકરાએ પિતાનાં મુત્યુનાં દુઃખ સાથે બોર્ડની પરિક્ષાનું પેપર ભરીને કર્યા પિતાના અંતિમ સંસ્કાર…
જીવનમાં ક્યારેક એવી દુઃખ ઘટના બને છે કે, જેનાથી વ્યક્તિ ભાંગી પડે છે. હાલમાં જ ખૂબ જ નાની વયના બે ભાઈ બહેનો અને તેમની માતાના જીવનમાં એવું જ દુઃખ આવ્યું. ભાઈ – બહેનને બોર્ડની પરીક્ષા ચાલુ હતી એ જ દરમિયાન જીવની અઘરી પરીક્ષા ભગવાને લીધી. બોર્ડની પરીક્ષા દરમિયાન પિતાનું નિધન થઈ ગયું. આ બંને ભાઈ બહેનએ નાસીપાસ થવાના બદલે વાસ્તવિકતાનો સ્વીકાર કરી પિતાનું સપનું પૂર્ણ કરવામાં લાગી ગયા છે.
વાત જાણે એમ છે કે, 10માં અભ્યાસ કરતા વેદ એ પેપર આપીને જ પિતાની અંતિમવિધિ કરી હતી. કુદરત પણ જાણે આ ભાઈ-બહેનની બોર્ડની પરીક્ષાની સાથે જિંદગીની પણ કસોટી કરી રહ્યો હોય.આ ઘટના વિશે વિસ્તુત માહિતી જાણીએ તો દિવ્યભાસ્કરના અહેવાલો મુજબ જાણવા મળ્યું છે કે, પાટણ શહેરના મુન્દ્રા ખાતે જિંદાલ કંપનીમાં ફરજ બજાવતા નિતિનભાઈ જયંતીભાઈ પ્રજાપતિની ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતી પુત્રી મહેક અને ધોરણ 10માં અભ્યાસ કરતા વેદની પરીક્ષા હોવાથી એક સપ્તાહની રજા મૂકી મુન્દ્રાથી પાટણ આવ્યા હતા..
વિધાતાએ બીજા જ કંઈક લેખ લખ્યા હતા.બોડૅની પરીક્ષાનાં શરૂઆતનાં ત્રણ દિવસ પોતાના પુત્ર અને પુત્રીને પરીક્ષા સેન્ટર પર મુકવા લેવા જઈને ધરે આવી પરીક્ષાનું પેપર સોલ્વ કરાવતા . દીકરો અને દીકરી ડોક્ટર બને એવી ઈચ્છા હતી. રવિવારે મોડી રાત્રે ફિચાલ ગામે રમેલમાંથી આવ્યા બાદ અચાનક નિતિનભાઈને છાતીમાં દુખાવો ઉપડતાંખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. પરંતુ સોમવારની વહેલી સવારે નિતિનભાઈનું નિધન થયું હતું.
પરિવારનાં સગા સંબંધીઓ બહારગામ રહેતા હોય અંતિમવિધી માટે રાહ જોવાઈ રહી હતી. બન્ને દીકરા- દીકરીને સોમવારે સવારે 10-00 કલાકે બોર્ડનું ચોથુ પેપર હોય પરિવારજનોએ બન્ને બાળકોને હિંમત આપી પરીક્ષા માટે મોકલ્યાં હતાં અને પરીક્ષા આપી ને આવ્યા બાદ ધો 10 માં અભ્યાસ કરતા વેદે પોતાના પિતાનાનાં અંતિમ સંસ્કારની વિધિ પૂર્ણ કરી હતી.