સુરતમાં માતા-દીકરાનો મૃતદેહ ફાંસીએ લટકતી હાલતમાં મળી આવ્યો! આશંકા છે કે માતાએ દીકરાને ફાંસીએ ચડાવી અને…કારણ એવું કે
રાજ્યમાં હાલના સમયમાં જો વાત કરવામાં આવે તો આત્મહત્યાના કિસ્સાઓ દિવસેને દિવસે વધતાં જ જઈ રહ્યા છે. રોજબરોજના અનેક એવા આત્મહત્યાના બનાવો સામે આવી રહ્યા છે જેમાં કોઈ વાલી પોતાના સંતાન સાથે જીવન ટુકાવી લેતા હોય છે. એવામાં આવી જ એક ઘટના સુરત શહેરમાંથી સામે આવી છે જેમાં એક માતા અને દીકરાનો મૃતદેહ ફાંસીના ફંદે લટકતો મળી આવ્યો હતો. હાલ તો એવી આશંકા સેવાય રહી છે કે માતાએ પેહલા પોતાના 3 વર્ષીય માસુંમને ફાંસીએ ચડાવી દીધો અને પછી પોતે પણ આત્મહત્યા કરી લીધી હશે.
જણાવી દઈએ કે આ ઘટના શહેરના વેડરોડ પાસે આવેલ પ્રમુખ દર્શન એપાર્ટમેન્ટ માંથી સામે આવી છે. માતા-દીકરાનો મૃતદેહ એપાર્ટમેન્ટમાંથી મળતા આસપાસના વિસ્તારોમાં ભારે અરેરાટી ફેલાય ગઈ હતી અને લોકોએ તરત જ સ્થાનિક પોલીસને આ ઘટના અંગેની જાણ કરી હતી. ગણતરીના સમયમાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને તપાસ હાથ ધરી હતી જેમાં પ્રાથમિક તપાસ કરતાં પોલીસને એવી શંકા ગઈ છે કે માતાએ દીકરાની હત્યા કર્યા બાદ પોતે આપઘાત કરી લીધો છે, પણ હજી આગળની તપાસ ચાલી રહી છે.
ચોક બજારમાં આવેલ પ્રમુખ એપાર્ટમેન્ટની અંદર ચોથા માળે યોગીતાબેન રાકેશભાઈ ઝાંઝમેરા અને તેનો ત્રણ વર્ષીય દીકરો દેવાંશ ઝાંઝમેરાનો મૃતદેહ ગળાફાંસો ખાધેલ હાલતમાં મળી આવ્યો હતો. આ બાદ પોલીસ તપાસ હાથ ધરી હતી અને મૃતક યોગીતાબેનના પતિ રાકેશભાઈ અને આડોશી પાડોશીનું નિવેદન લેવામાં આવ્યું હતું જેમાં ઘર કંકાશને લીધે આત્મહત્યા કરી હોય તેવી હાલ અટકળો સેવાય રહી છે.
મૃતક યોગીતાબેનને બે સંતાનો છે, એવામાં આ ઘટનાની જાણ ત્યારે થઈ જ્યારે મૃતક યોગીતાબેનનો ભાઈ કોઈ કામ સર તેઓના ઘરે ગયો હતો. એવામાં દરવાજાને વારંવાર ખખડાવતા દરવાજો ખૂલ્યો ન હતો આથી ભાઈને શંકા જતાં તેણે દરવાજાને તોડીને ઘરમાં ઘૂસી હતો જે પછી તેણે ઘરમાં પોતાની બહેન અને ભાણિયાનો મૃતદેહ લટકતો જોયો હતો. આ ઘટનાને પગલે એપાર્ટમેન્ટમાં ભારે સનસનાટી ફેલાય ગઈ છે.