Entertainment

બોલીવુડ નુ વધુ એક કપલ લગ્ન ના બંધન મા બંધાશે ? જાણો કોણ છે આ કપલ…

હાલમાં જ બોલીવુડમાં લગ્નની સિઝન ચાલી રહી છે. જ્યારથી કેટરીના અને વિકિના લગ્નની વાત થઈ હતી બસ ત્યાર થી જ સૌ કોઈ ખૂબ જ આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા હતા અને હવે જ્યારે આ બંનેનાં લગ્ન પૂર્ણ થઈ ગયા છે, ત્યારે ફરી એક વખત બોલીવુડ નુ વધુ એક કપલ લગ્ન ના બંધન મા બંધાશે ? જાણો કોણ છે આ કપલ અને આ બંને ક્યારે લગ્ન કરશે તેમજ શું આ બંને પહેલા પણ કોઈ બીજા સાથે સંબંધમાં હતા એ દરેક વાત થી અમે માહિતગાર કરીશું

હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા લગ્નની બાબત ને લઈને ચર્ચામાં આવ્યા છે. મીડિયા મુજબ બંને ઘણીવાર સાથે જોવા મળે છે. જો કે સિદ્ધાર્થ અને કિયારામાંથી કોઈએ હજુ સુધી જાહેરમાં તેમના સંબંધો પર મહોર મારી નથી, પરંતુ તેમના લિંકઅપના સમાચાર ઘણા સમયથી ચર્ચામાં છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે બંને સ્ટાર્સ આવતા વર્ષે લગ્નના બંધનમાં બંધાશે.

એક સૂત્રએ અમારી પાર્ટનર વેબસાઈટ બોલિવૂડ લાઈફને જણાવ્યું કે, ‘કિયારા અને સિદ્ધાર્થનો સંબંધ હજુ પ્રારંભિક તબક્કામાં છે. એવું ન કહી શકાય કે બંને જલ્દી લગ્ન કરવા જઈ રહ્યા છે, પરંતુ લોકો સારી રીતે જાણે છે કે કેવી રીતે કેટરિના કૈફ અને વિકી કૌશલે ફેન્સને ચોંકાવી દીધા. કદાચ કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા પણ આવતા વર્ષ સુધીમાં તેમના ચાહકોને લગ્નની મોટી ભેટ આપશે.ખરેખર ત્યારે તેમના ચાહક વર્ગમાં ખુશીઓનો માહોલ છવાઈ ગયો છે.અન્ય એક સૂત્રએ વેબસાઈટને જણાવ્યું કે સિદ્ધાર્થ અને કિયારા આવતા વર્ષ સુધીમાં તેમના સંબંધોને સત્તાવાર બનાવી શકે છે.

સૂત્રના જણાવ્યા અનુસાર, ‘સિદ્ધાર્થ અને કિયારાના લગ્નની જાહેરાત જલ્દી નહીં થાય પરંતુ બંને તેમના સંબંધો પર મહોર લગાવી શકે છે. બંને ઈન્ડસ્ટ્રીના યુવા કલાકારો છે અને એકબીજાને પસંદ કરે છે. બંનેનાં વર્કફ્રન્ટની વાત કરીએ તો સિદ્ધાર્થ અને કિયારા ફિલ્મ ‘શેર શાહ’માં જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં શેર શાહે કેપ્ટન વિક્રમ બત્રાની ભૂમિકા ભજવી હતી. તે જ સમયે, કિયારા તેની ગર્લફ્રેન્ડના રોલમાં જોવા મળી હતી. ફિલ્મમાં બંનેની કેમેસ્ટ્રી ખૂબ જ પસંદ કરવામાં આવી હતી. આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ એમેઝોન પ્રાઇમ વિડિયો પર રિલીઝ કરવામાં આવી હતી. આ ફિલ્મને IMDb પર પણ સૌથી વધુ રેટિંગ મળ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!