Gujarat

બોલીવુડના ફરી શરણાઈના સુર વાગી શકે છે, બોલીવુડના આ અભીનેતા એ સોનાક્ષીને જાહેરમાં કહ્યું કે..

બોલીવુડમાં ફરી શરણાઈના સુર વાગશે એવા એંધાણ દેખાય રહ્યાં છે. આપણે સૌ કોઈ જાણીએ છે કે, હાલમાં જ આલિયા અને રણવીર એ પ્રભુતમાં પગડા માંડ્યા છે, ત્યારે વધુ બોલિવુડનું એક કપલ લગ્ન ટૂંક સમયમાં કરી શકે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સોનાક્ષી તથા ઝહીર આ વર્ષે લગ્ન કરે એવી શક્યતા છે. જોકે પરિવારે આ અંગે કોઈ વાત કરી નથી. ચાલો આખરે શા માટે આ બંને લગ્ન કરી શકે છે? તેની પાછળ એક રસપ્રદ વાત રહી છે, જેના વિશે આપણે જાણીએ.

બોલીવુડમાં લગ્ન અને પ્રેમની ખબરો પણ ફિલ્મી કહાનીની જેમ જ હોય છે, ભાગ્યે જ કોઇ કલાકારનાં જીવનમાં પ્રેમ અને લગ્ન સંબંધ કાયમી રહી શકે છે. હાલમાં જ સોશિયલ મીડિયામાં35 વર્ષીય સોનાક્ષી સિંહા તથા 34 વર્ષના ઝહીર ઈકબાલ વચ્ચે પ્રેમ છે, તેની ચર્ચાઓ થઈ રહી છે. હાલમાં જ જ્યારે સોનાક્ષીનો 2 જૂનના રોજ બર્થડે હતો. ત્યારે ઝહીરે સો.મીડિયામાં એક્ટ્રેસને જન્મદિવસની શુભેચ્છા પાઠવતો એક વીડિયો શૅર કર્યો હતો.

આ વીડિયો શૅર કરીને ઝહીરે સોનાક્ષી સાથેના સંબંધો ઓફિશિયલ કર્યા હતા. એ જ કારણે હવે ચારોતરફ આ બંનેનાં પ્રેમની ચર્ચાઓ થઈ રહી છે. ઝહીરે કેપ્શનમાં કહ્યું હતું, ‘હેપ્પી બર્થડે સોન્ઝ, મને ના મારવા માટે થેંક યુ. આઇ લવ યુ. આગામી સમયમાં આ જ રીતે હસતા, ખાતા તથા ખુશીઓ મનાવતા રહીશું.’ સોનાક્ષીએ કહ્યું હતું, ‘થેંક યુ…લવ યુ… હવે હું તને મારવાની છું.’ ઝહીરની આ પોસ્ટ પર સેલેબ્સ તથા ચાહકોએ કમેન્ટ્સ કરી હતી.

સોનાક્ષી વિશે તો આપણે જાણીએ છે કે, તેને સલમાન ખાન સાથે દબંગ ફિલ્મથી બોલીવુડમાં આગમન કર્યું જ્યારે ઝહીર જ્વેલર્સ પરિવારમાંથી આવે છે. નાનપણથી જ ઝહીરના પરિવાર તથા સલમાન વચ્ચે સારા સંબંધો છે. સલમાન ખાનની ફિલ્મ ‘નોટબુક’થી 2019માં ઝહીરે બોલિવૂડ ડેબ્યુ કર્યું હતું.બંનેની કરીયરની શરૂઆત સલમાન ખાનની ફિલ્મ થી જ થયું છે, હવે જોવાનું રહ્યું કે આ બંને લગ્ન કરે છે કે, પછી અન્ય કલાકારોની જેમ આ બંનેના પ્રેમનો અંત પણ જલ્દી આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!