India

એક એવી હોસ્પિટલ જ્યાં જો દીકરી જન્મે તો ડીલેવરીની ફ્રી નથી લેતા! અત્યાર સુધી 2000 મહિલાની ફ્રી

આજે આપણે એક એવા હોસ્પિટલની વાત કરીશું જ્યાં દિકરી જન્મે તો દર્દીઓ પાસે ડીલેવરી ની ફી લેવામાં નથી આવટીમ ચાલો અમે આપને જણાવીએ કે આખરે આ સેવા ભાવિ ડોકટર વિશે જાણીએ. આ ડોકટર છેલ્લા 9 વર્ષ થી તેમના હોસ્પિટલમાં જ્યારે બાળકીનો જન્મ થાય છે ત્યારે ખુશી અને ઉદાસી સાક્ષી બન્યા છે. કોઈક દર્દીઓ આ પ્રસંગને શ્રાપ આપતા હોય છે તો સામાન્ય રીતે લોકો હર્ષોઉલ્લાસ સાથે દીકરીના જન્મને વધાવતા પણ હોય છે. ખરેખર આપણે ત્યાં દીકરી જન્મ ને ખુશી નો અવસર માનવામાં આવે છે.

આ બાળકીના જન્મ પર હોસ્પિટલનું વાતાવરણ ખૂબ જ સુંદર હોય છે, જે ખરેખર રોમાંચક હોય છે. હૉસ્પિટલની અંદર અને બહાર દરેકને મીઠાઈઓ વહેંચવાથી લઈને ગીતો ગાવા અને ફ્લોરને સજાવવા સુધી જોવા મળે છે. મેડિકેરનો સ્ટાફ જ્યારે પણ દીકરીનો જન્મ થાય છે ત્યારે પોતપોતાનું કામ મૂકી આ પ્રસંગમાં બહાર આવી જાય છે અને આ આનંદમાં હોંશે-હોંશે ભાગ લે છે.

સ્ત્રી ભ્રૂણહત્યા અને લિંગ ભેદભાવ સામે લડવા માટે ડૉ. ગણેશના સમર્પિત પ્રયાસોએ આ સ્થિતિને સંપૂર્ણપણે બદલી નાખી છે. તેમના સોલાપુરમાં મારા ગામમાં છોકરીઓ સાથે ઓરમાયું વર્તન કરવામાં આવતું હતું. ડૉ. ગણેશને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. તેમણે તેમનું બાળપણ એક કાચા ઘરમાં વિતાવ્યું અને તે વખતે તેમના પિતા કુલી હતા. તે સમયે જ્યારે તેઓ કુસ્તીબાજ બનવા માંગતા હતા ત્યારે તે માટે અનુકૂળ ખોરાકની વ્યવસ્થા પણ તેમના ઘરમાં સંભવિત નહોતી તેથી જ તેમને તેમના આ સ્વપ્નને હંમેશા પોતાનાથી દૂર રાખ્યું.

8મા ધોરણમાં હતા ત્યારે તેમને શિક્ષણનું મહત્વ સમજાયું હતું.પિતાને રેલ્વે સ્ટેશન પર કુલીના કામમાં મદદ કરવાનું શરૂ કર્યું હતું. તે સમયે મેં સરસ અભ્યાસ સાથે આગળ જતા સખત મહેનત દ્વારા સારી નોકરી મેળવવાનું અને જિંદગીમાં સારા પૈસા કમાઈને સેટલ થવાનું પોતાની જાતને વચન આપ્યું.ડો. ગણેશ ઉમેરે છે કે,“ઘણી નવી માતાઓ તેમના નવજાત શિશુને પહેલીવાર જોઈને મૃત્યુ પામવાની ઈચ્છા રાખતી અને કેટલીક લિંગ જાણ્યા પછી બાળકને સ્પર્શ પણ ન કરતી. એમને નક્કી કર્યુ કે તેઓ દીકરી જન્મ શે તો કોઇપણ પ્રકારની ફી લેવામાં નહિ આવે.

આટલા વર્ષો દરમિયાન, તેમણે 2,000 થી વધુ બાળકીઓની મફતમાં ડિલિવરી કરી આપી છે, આ ઝુંબેશના પ્રથમ વર્ષમાં, તેમણે 130 બાળકોની ફી માફ કરી દીધી હતી અને ત્યારબાદ કુદરતી રીતે જ પ્રાદેશિક અને કેટલાક રાષ્ટ્રીય પેપર્સની હેડલાઇન્સમાં તેઓ ચમક્યા હતા. ટૂંક સમયમાં, ભારતભરના ડોકટરો તેમની પાસે પહોંચ્યા અને તેમના આ દાવાને અનુસરવાનું વચન આપ્યું. નતેમના પોતાના પરિવારની વાત કરીએ તો, તેમની 15 વર્ષની પુત્રી, પત્ની અને માતા-પિતાને તેમના અને તેમના કામ પર ખૂબ ગર્વ છે. સૌ કોઈ આ કામને વધાવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!