બોટાદ મા જાહેર મા યુવક પર ધડાધડ 5 રાઉન્ડ રાઉન્ડ ફાયરીંગ કરી ફિલ્મી સ્ટાઈલ મા મોત ને ઘાટ ઉતારી દીધી ! હત્યા પાછળ નુ કારણ…
હાલમાં જ બોટાદ શહેરમાં ખૂબ જ ચોંકાવનારી ઘટના સામે આવી છે, તમને જાણીને નવાઈ લાગશે કે, જાહેરમાં યુવક પર 5 રાઉન્ડ ફાયરિંગ કરી મોતને ઘાટ ઉતારી દીધો, હત્યા પાછળનું કારણ શું છે તે અમે આપને વિગતવાર જણાવીએ. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, બોટાદનાં શહેરના નવનાળા પાસે મોહસીન નામના યુવાન પર જૂની અદાવતના મામલે પાંચથી વધારે રાઉન્ડ ફાયરિંગ કરી હત્યા. આ ઘટનાની જાણ થતા પોલીસે તપાસ શરૂ કરેલ.
જે રીતે ઘટના સ્થળ પર લોહીના ખાબોચિયા આપ જોઈ રહ્યા છો તે સ્થળ પર મોડી રાત્રે યુવાનને છાતીના ભાગે ફાયરિંગ કરી હત્યા કરવામાં આવી હતી.જ્યારે હત્યા કરવાનું કારણ એ જાણવા મળ્યું છે કે, મરણ જનાર શખ્સના આરોપી અફઝલ નામના શખ્સની પત્ની સાથે આડા સંબંધ હોય અને તેનું દાજ રાખી તેમની હત્યા કરાઈ હોય તેવુ જાણવા મળ્યું છે.ત્રણથી ચાર લોકોએ જૂની અદાવતમાં હત્યા કરી હોવાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું છે. ઘટનાની જાણ થતા જ લોકોના ટોળેટોળા એકઠા થયા હતા અને પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો.
સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, મહોસીન માંકડ નામના યુવકનું મોડી રાત્રે ફાયરિંગ કરી હત્યા કરવામાં આવી છે. જે બનાવ અંગે તાત્કાલિક પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. ઘટના સ્થળેથી પોલોસને ચારથી પાંચ વપરાયેલા કાર્તિસ પણ મળી આવ્યા છે. અને ઘટનામાં 5 રાઉન્ડ ફાયરિંગ થયું હોવાનું જાણવા મળી રહ્યું છે.
જેમાં ફાયરિંગ કરનાર આરોપીઓ અફઝલ, સીરાજ, તારીફ અને ઈરફાન ચાર શખ્સો દ્વારા ફાયરિંગ કર્યાનું જાણવા મળ્યું છે. જે તમામ શખ્સો મરણ જનાર અને આરોપીઓ તમામ લોકો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. હાલ પોલીસે LCB સહિત અલગ-અલગ ટિમો બનાવી ફરાર આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.