એક ભૂલના લીધે એકી સાથે ચાર ભાઈબંધોએ મોતને ભેટ્યા!આખું ગામ ધુસકે ધ્રુસકે રડી પડ્યું….
આપણે જાણીએ છે કે અનેક વખત રોડ અક્સ્માત ની ઘટના બને છે ત્યારે હાલમાં જ ચાર મિત્રો નો જીવ એક ગંભીરમાં અકસ્માતમ થયેલ. એક ભૂલના લીધે ચાર મિત્રોનું નિધન થયેલ. ભયંકર અકસ્માતમાં ચાર-ચાર મિત્રોના કમકમાટીભર્યા મોત થયા હતા. ટ્રક સાથેની ટક્કરમાં કારના ચિંથરા ઉડી ગયા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે મૃતદેહો કાઢવા માટે ગાડીના પતરા કાપવા પડ્યા હતા.
આ દ્રશ્ય જોનારાઓ પણ હચમચી ગયા હતા. અકસ્માતમાં મોતના સમાચાર મળતા પરિવારજનોમાં હડકંપ મચી ગયો હતો. એક સાથે ચાર-ચાર મોતથી પરિવાર જ નહીં આખું ગામ હીબકે ચડ્યું હતું. આ ચાર મૃતકોમાંથી ત્રણ યુવકો તો તેમના ઘરના એકમાત્ર ચિરાગ હતા. જ્યારે બે અતિ ઘાયલ યુવાન જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે.
પ્રાપ્ત વિગત મુજબ ઉત્તરપ્રદેશના કાનપુરના બિધનુ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા મટિયારા ગામ પાસે કાર અને ટ્રક વચ્ચેની અથડામણમાં ચાર નજીકના મિત્રોના મોત થયા છે. સોમવારે મોડી રાત્રે બેકાબૂ કાર સામેથી આવતા ટ્રક સાથે અથડાઈ હતી.અકસ્માત એટલો ખતરનાક હતો કે કારના બુકડો બોલી ગયો હતો.
આ ગમખ્વાર અકસ્માતમાં કારમાં 6 લોકો સવાર હતા. જેમાંથી બે લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત થયા હતા. બે લોકોએ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. જ્યારે બે લોકો ગંભીર રીતે ઘાયલ છે.કારમાંથી દારૂની બોટલો અને કાચ મળી આવ્યા હતા. પોલીસનું માનવું છે કે તમામ યુવકો નશાની હાલતમાં હતા. જેના કારણે કાર સ્પીડમાં હતી અને કાબુ બહાર આવતાં સામેથી આવતી ટ્રક સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં બે યુવકો ગંભીર રીતે ઘાયલ છે, જેમની હાલાત હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
ખરેખર દરેક યુવાનો માટે આ ઘટનાં ચેતવણી રૂપ સમાન છે.
