યુવકને મિત્રની બહેન સાથે એવું કર્યું કે મોત મળ્યું…! મિત્રને જાણ થતાં જ યુવકની કરપીણ હત્યા કરી….
પ્રેમ પ્રકરણના લીધે અનેક હત્યાઓના બને છે, ત્યારે હાલમાં એક મિત્ર એ જ પોતાના મિત્રની હત્યા કરી. આ બનાવ અંગે વધુ વિગતવાર જાણીએ કે, ક્યાં કારણોસર પોતાના જ મિત્રને મોતને ઘાટ ઉતરાવો પડ્યો. ગુજરાતમાં મોટેભાગે પ્રેમ પ્રકરણનાં લીધે અનેક પ્રકારના બનાવો બનતા હોય છે,13 ઓગસ્ટના રોજ વેજલપુરના ગોકુલધામમાં રહેતો રોહિત ઠાકોર ગુમ થયાની જાણવા જોગ વેજલપુર પોલીસ મથકે નોંધાઈ હતી.
ત્યારે હાલમાં જ અમદાવાદના વેજલપુરમાંથી ગુમ થયેલા યુવકની હત્યા હોવાનું સામે આવ્યું છે.ક્રાઈમ બ્રાન્ચે મૃતદેહ કબ્જે કરી હત્યા નિપજાવનાર બે આરોપીની ધરપકડ કરી છે.
આ બનાવ અંગે મીડિયા દ્વારા જાણવા મળ્યું છે કે, મૃતકના મિત્ર એ જ હત્યા કરી મૃતદેહને દફનાવી દીધો હતો. જેમાં આરોપી મિત્રની બહેન સાથે મૃતકના પ્રેમ સંબંધ હોવાથી હત્યા થઈ હોવાનો ખુલાસો થયો છે.
ક્રાઈમ બ્રાન્ચ પકડેલા બે આરોપી શ્રીગણેશ ઠાકોર અને સુરેશ ઉર્ફે બટકો ઠાકોર છે. જેણે રોહિત ઠાકોરની હત્યા નિપજાવી હતી. જે અંગે ઝડપાયેલા બન્ને આરોપીની પૂછપરછ કરતા શ્રીગણેશના મિત્ર રોહિત ઠાકોરને જમવાના બહાને ગાંધીનગર પાસે આવેલા લીલાપુર ગામે બોલાવ્યો હતો. જ્યાં તેની હત્યા નિપજાવી મૃતદેહને જમીનમાં દાટી આરોપી ફરાર થઈ ગયા હતા. રોહિતને આરોપી શ્રી ગણેશની બહેન સાથે પ્રેમ સંબંધ હતો.
પોતાની બહેન સાથે સંબંધ ન રાખવા માટે આરોપી અવાર નવાર મૃતકને ટોકતો હતો. પરંતુ મૃતક રોહિતે આરોપીની બહેનને વીડિયો કોલ અને મળવાનું ચાલુ રાખ્યું હતું. જેથી કાવતરૂ રચી તેની હત્યા કરવામાં આવી અને મૃતદેહને જમીનમાં દાટી મીઠું નાખી પુરાવાનો નાશ કર્યો હતો. જોકે હત્યામા સુરેશ ઉર્ફે બટકાએ રોહિતને પકડી રાખ્યો અને શ્રી ગણેશે કુહાડી વડે તેની હત્યા કરી હતી.કોહવાયેલો મૃતદેહ પોલીસે મેજિસ્ટ્રેટની હાજરીમાં મૃતદેહ કબ્જે કર્યો હતો. જોકે મૃતદેહ કોહવાઈ ગયો હોવાથી તેની ઓળખ કરવા માટે ડીએનએ કરાવવાની કાર્યવાહી હાથ ધરી છે.