યુવકની સગાઈ તૂટી જતાં યુવતીનાં ઘરે પહોંચ્યો પણ છરીના 4 ઘા મારી દેતા મળ્યું મોત! આરોપી બીજું કોઈ નહિ પણ…
ગુજરાતમાં હત્યાઓના અનેક બનાવો સામે આવે છે, ત્યારે આજ રોજ અમદાવાદનાં જમાલપુરમાં યુવકની કરપીણ હત્યાનો બનાવ બન્યો. મીડિયા રિપોર્ટ દ્વારા જાણવા મળ્યું હતું કે, મોડી રાત્રે યુવક સગાઈ તૂટી જવાથી યુવતીના ઘરે પહોંચ્યો અને બોલાચાલી કરી ઝઘડો કરવા લાગ્યો હતો. આ દરમિયાન જ એવો બનાવ બની ગયો કે હકીકત જાણીને તમારૂ હૈયું કંપી જશે. આ ઘટના અંગે વધુ વિગતવાર માહિતી જાણીએ.
સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, જમાલપુર વિસ્તારમાં આવેલ કાચની મસ્જિદ પાસે ગત મોડી રાત્રે હત્યાનો બનાવ સામે આવ્યો છે. ડુંગરાપુરા ખાતે રહેતો શોએબ અને સલીમ વોરા વચ્ચે બોલાચાલી અને ઝઘડો થતાં યુવતીનાં પિતા સલીમ વોરાએ તેની પાસે રહેલી છરી વડે શોએબને ત્રણથી ચાર છરીના પેટમાં, છાતીમાં તેમજ પીઠના ભાગે મારી દેતા શોએબ ગંભીર રીતે ઇજા થયેલી.
આ કારણે શોએબને તાત્કાલિક સારવાર માટે વીએસ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જો કે સારવાર દરમિયાન તેનું મૃત્યુ હતું. જ્યારે સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો.પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે, મૃતક શોએબની સગાઈ આરોપીની દીકરી સાથે થઈ હતી. જો કે એક વર્ષ અગાઉ કોઈ કારણોસર સગપણ તોડી નાખવામાં આવી હતી. જેને લઈને શોએબ યુવતીના ઘરે ગયો હતો અને બોલા ચાલી ઝઘડો કરવા લાગ્યો હતો
બોલાચાલી કરતા કરતા કાચની મસ્જિદ પાસે પહોંચ્યા હતા. જ્યાં બંને વચ્ચે મારામારી થતાં સલીમ વોરાએ શોએબને એક પછી એક છરીના ઘા મારતા તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. જે અંગેની જાણ તેણે તેના માતાને કરતા તેના માતા પણ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને આ ઘટના બાદ કોઈ અન્ય બનાવ ન બને તે માટે પોલીસ તાત્કાલિક હાજર થયેલ અને યોગ્ય કાર્યવાહી હાથ ધરી હતી.