સગીરાનાં પિતાએ મિત્રતા તોડવાનું કહેતા ધો.10 વિધાર્થીએ ઘરમાં ગળોફાંસો ખાઈ લેતા મૃતકના પિતાએ પણ…
હાલમાં થોડા દિવસો પહેલા જ એક બનાવ બન્યો હતો કે પિતા એ ઉત્તરાયણમાં કોરોના ને લીધે બહેનપણીઓ સાથે ફરવા જવાની નાં પડતા દીકરીએ આત્મહત્યા કરીને પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું. ખરેખર આ ઘટના ખૂબ જ દુઃખ દાયક હતી અને આ દીકરી માત્ર તરુણઅવસ્થામાં હતી. ત્યારે આજ રોજ ફરી એકવાર આવી જ ઘટના બની છે જેમાં 10માં ધોરણમાં અભ્યાસ કરતા દીકરા લીધે આત્મહત્યા કરી ને પોતાનું જીવન ટૂંકાવ્યું.
ચાલો અમે આપને આ ઘટના વિશે તમામ માહિતી આપીએ.સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, આજ રોજ ચાંદખેડામાં રહેતા એક સગીર એ ઘરમાં જ ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. સૂત્ર દ્વારા મળતી માહિતી મુજબ જાણવા મળ્યું હતું કે વિદ્યાર્થી સાથે મિત્રતા તોડી દેવા અને નહીં બોલવા માટે વિદ્યાર્થિનીના પિતા ફોન કરીને ધાક ધમકી આપતા હોવાથી તેમના દીકરાએ આત્મહત્યા કરી લીધી હતી.
ચાંદખેડા વિસ્તારમાં રહેતા 16 વર્ષના કિશોરે શનિવારે રાતે 11 વાગ્યે તેના ઘરમાં જ ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. ઘટનાની જાણ થતા ચાંદખેડા પોલીસ આવી પહોંચી હતી અને આ અંગે ગુનો નોંધી કિશોરનો મૃતદેહ પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપ્યો હતો. કિશોર ધોરણ-10 સીબીએસસી બોર્ડમાં અભ્યાસ કરતો હતો. કિશોરને તેની સાથે જ અભ્યાસ કરતી એક વિદ્યાર્થિની સાથે મિત્રતા હતી
યુવતીનાં પિતા કિશોરને ધમકી આપી હતી. તેમ છતાં આ કિશોર અને વિદ્યાર્થિની વચ્ચેની મિત્રતા યથાવત રહી હતી. જેથી વિદ્યાર્થિનીના પિતા અવાર નવાર ફોન કરીને કિશોરને મારી નાખવાની તેમ જ કારકિર્દી ખતમ કરી નાંખવનાની ધમકી આપતા હતા અને જાતિ વિષયક અપશબ્દો પણ બોલતા હતા.યુવવતીના પિતાની ધમકીના કારણે યુવકે આવું પગલું ભરતાકિશોરના પિતાએ ચાંદખેડા પોલીસ સમક્ષ દૂષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ(305) અને એટ્રોસીટી અંગે ગુનો નોંધી તપાસ શરુ કરી છે.