યુવકે સરકારી નોકરી છોડીને સંન્યાસ લીધો.ગામના લોકો અનોખી રીતે આપી વિદાય…
આજના સમયમાં દરેક યુવાનોને પોતાના જીવનને સફળદાયી બનાવવા માટે સરકારી નોકરીની ઈચ્છા જ હોય છે. ઘણા યુવાનો દિવસ રાત સરકારી નોકરી મેળવવા અનેકગણી મહેનત કરતા હોય છે, ત્યારે ભાગ્યે જ સરકારી નોકરી મેળવી શકે છે. હાલમાં જ એક એવી ઘટના બની કે તમે સૌ કોઈ ચોંકી જશો. ખરેખર આજના સમયમાં આપણે જાણીએ છે કે, અનેક વ્યક્તિઓ સંસારનો મોહ છોડીને સંન્યાસનો માર્ગ અપનાવે છે.
કરોડો રૂપિયાની સંપત્તિ અને વૈભવશાળી જીવન છોડીને વૈરાગ્યનો માર્ગ અપનાવે છે, ત્યારે હાલમાં હળવદ તાલુકાના મયૂરનગરના નવયુવાન જગદીશભાઈ દલવાડીએ રેવન્યુ વિભાગમાં ક્લાર્કની નોકરી છોડીને સંન્યાસનો માર્ગ લીધો છે.વાત જાણે એમ છે કે, તેને નાનપણથી દરરોજ મંદિરે દર્શન કરવા જતા હતા અને ભક્તિમાં આગળ વધતા હતા. આ યુવાને નોકરીને અલવિદા કરીને સાથે સંસાર પણ છોડી ભગવો ધારણ કરી લઈ સોમવારે વિધિવત રીતે સંયમના માર્ગે પ્રયાણ કર્યું હતું.
આ પ્રસંગે ઘર, પરિવાર અને સમસ્ત ગ્રામજનોએ વાજતેગાજતે ભવ્ય રીતે શોભાયાત્રા યોજીને સ્વાગત કર્યું હતું. આ યુવાન અંગત જીવન વિશે જાણીએ તો, મયૂરનગર ગામે રહેતા રાઘુભાઈ દલવાડીને સંતાનમાં ત્રણ પુત્રરત્ન હતા, જેમાં એક પુત્રનું અકસ્માતમાં મૃત્યુ નીપજ્યા બાદ તેમના જગદીશભાઈ નામના પુત્રને મામલતદાર કચેરીમાં રેવન્યુ વિભાગમાં નોકરી મળી જતાં દલવાડી પરિવાર આનંદકિલ્લોલથી રહેતો હતો.
પરંતુ ત્યાર બાદ માળિયા હળવદમાં મામલતદારમાં ક્લાર્ક તરીકે હતા.વાંકાનેર મામલતદાર કચેરીમાં ક્લાર્કની નોકરી કરતા રાઘુભાઈના 30 વર્ષીય પુત્ર જગદીશભાઈ દલવાડીને બાળપણથી ભક્તિમાર્ગે જવાની ઈચ્છા હતી. ત્યારે વાંકાનેરમાં ફરજમાં હાજરમાં રહેવા વારંવાર તંત્ર દ્વારા જણાવ્યું હતું, પરંતુ તેમને મનમાં એક જ ઈચ્છા હતી ભક્તિમાર્ગ અપનાવવાની. પછી તેઓ જગદીશભાઈ દલવાડીમાંથી જગદીશબાપુ બની ગયા હતા. આ ભવમાં સંન્યાસી જીવન જીવવું એ ખૂબ જ મોટી વાત કહેવાય. ખરેખર આ યુવાનને વંદન છે.